રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર આપ્યું વિવાદિત નિવેદન

રાહુલ ગાંધી વિવાદિત નિવેદન થી સંતો-મહંતો અને ભાજપ નેતા ભડક્યાં.

Rahul Gandhi lies again, says BJP only invited bigshots like Amitabh and  Adani for Ram Mandir Pran Pratishtha event

હરિયાણાના અસંધ અને બરવાલામાં ગત ગુરુવારે ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ અયોધ્યામાં રામ લલાના અભિષેક સમારોહ પર ટિપ્પણી કરી હતી. જેમાં રાહુલે અયોધ્યામાં અભિષેક સમારોહને નાચ-ગાન ગણાવતા વિવાદ વકર્યો છે. જ્યારે અયોધ્યાના સંતો-મહંતોએ આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે, તો વિશ્વ હિંદુ પરિષદ (VHP)એ પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘દેશની જનતા રાહુલને ક્યારેય માફ નહીં કરે.’ આ દરમિયાન રાહુલના આ નિવેદનથી ભાજપમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. 

uttar-pradesh ayodhya ayodhya saint slams rahul gandhi congress over pran  pratishtha nach gana statement | राहुल के राममंदिर में नाच-गाना वाले बयान  से संत नाराज: मुख्य पुजारी बोले- जाकी ...

રાહુલના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા અયોધ્યાના સંતો-મહંતોએ કહ્યું કે, ‘તેમની બુદ્ધિ ખરડાઈ ગઈ છે.’ મહંત બિંદુગાદ્યાચાર્ય દેવેન્દ્રપ્રસાદચાર્યએ કહ્યું, ‘રાહુલે બોલતા પહેલા વિષયની ગંભીરતા વિશે વિચારવું જોઈએ. રામ મંદિર માત્ર અયોધ્યા સાથે જ જોડાયેલું નથી, પરંતુ દેશની આસ્થા અને રાજાથી લઈને ગરીબ સુધી દરેક અહીં આવે છે, તેથી આ ટિપ્પણીને ક્યાંયથી યોગ્ય ઠેરવી શકાય નહીં.’

BJP will win from Dumka Lok Sabha seat with big margin: Madhya Pradesh CM  Mohan Yadav

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતા મોહન યાદવે લોકસભામાં રાહુલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘રાહુલને કરોડો હિન્દુઓનું અપમાન કરવાનો અધિકાર નથી, તેમણે માફી માંગવી જોઈએ. મને આશા છે કે તેમણે દેશની માફી માંગશે. આખો દેશ ગુસ્સાથી ભરાયો છે. વિશ્વભરના કરોડો હિંદુઓ આનાથી ખૂબ જ દુઃખી થયા છે. આ સત્તાનો પ્રશ્ન નથી. આ જનતાની લાગણીનો પ્રશ્ન છે. મારા મતે જનતાના ભાવનાત્મક મુદ્દાઓ અને આસ્થાના કેન્દ્રને ઠેસ પહોંચાડવી યોગ્ય ગણાતી નથી.

Professional thief's response': BJP on Karnataka govt withdrawing  permission to CBI to probe cases | Bengaluru - Hindustan Times

ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કોંગ્રેસને હિન્દુઓનું અપમાન ગણાવતા કહ્યું, ‘હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડો, જેથી તમે વોટ બેંકના મત મેળવી શકો.’ હિન્દુઓનું અપમાન એ કોંગ્રેસની ઓળખ છે. આવી જ રીતે કોંગ્રેસ અને રાહુલ ગાંધી લોકોનું અપમાન કરે છે. આજે જ્યારે રાહુલ ગાંધી કહે છે કે, પ્રાણ પ્રતિષ્ઠા વખતે નાચ-ગાન ચાલતા હતા, ત્યારે રાહુલ ગાંધી એ જ વ્યક્તિ છે જેમની પાર્ટીએ ભગવાન શ્રી રામના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો. આ પક્ષના સહયોગીઓ સનાતનને ખતમ કરવાની વાત કરે છે. તેઓ રામચરિતમાનસનો દુરુપયોગ કરે છે અને રામ મંદિરને નકામું કહે છે.’

Ram Temple Consecration:bjp Plans Grand Celebration In Rahul Gandhi's  Wayanad Constituency - Amar Ujala Hindi News Live - Ram Mandir:कांग्रेस के  न्योता ठुकराने के बाद Bjp की नई योजना, राहुल गांधी के

રાહુલ ગાંધી કહ્યું કે, ‘તમે અયોધ્યામાં કેમ હારી ગયા? તમે રામ મંદિર ખોલ્યું. સૌથી પહેલા રાષ્ટ્રપતિને કહ્યું કે, તમે આદિવાસી છો, તમે અંદર જઈ શકતા નથી, તમને મંજૂરી નથી. એ પછી અમિતાભ બચ્ચન, અદાણી-અંબાણીને બોલાવાયા. એક પણ મજૂરને આવવા દેવામાં આવ્યો ન હતો. તમે સુથાર, ખેડૂત કે મજૂરને જોયા, ત્યાં કોઈ નહોતું. ત્યાં નાચ-ગાન ચાલી રહ્યા હતા. આખું ભારત નાચી રહ્યું છે. આ જ તમારી વાસ્તવિકતા છે. એટલા માટે જ ભારત ગઠબંધનના ઉમેદવાર અવધેશ પ્રસાદે ભાજપને હરાવ્યા. આખું ભારત જોઈ રહ્યું છે.’ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *