હસન નસરાલ્લાહના મોત પછી હિઝબુલ્લાહનો વડા કોણ બનશે?

ઈઝરાયેલી હુમલામાં બચી ગયેલો હાશિમ સફીદીન હાલમાં હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો વડો છે અને તે જેહાદ કાઉન્સિલનો સભ્ય પણ છે.

Hezbolla: હસન નસરાલ્લાહના મોત પછી હિઝબુલ્લાહનો વડા કોણ બનશે? સામે આવી રહ્યું છે આ વ્યક્તિનું નામ

ઇઝરાયલના રોકેટ હુમલામાં હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહનું મોત થયું છે. નસરલ્લાહ ત્રણ દાયકા સુધી હિઝબુલ્લાહનું નેતૃત્વ કરી રહ્યો હતો. હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહના મૃત્યુ બાદ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હવે આ આતંકવાદી સંગઠનનો નેતા કોણ બનશે? ઇબ્રાહિમ અકિલ અને ટોપ કમાન્ડર ફુઆદ શુકરના મોત બાદ જો કોઇનું નામ સૌથી પહેલા આવી રહ્યું છે તો તે છે હાશિમ સફીદ્દીનનું. તે નસરલ્લાહની ખૂબ નજીક ગણાય છે.

Israel military says Hezbollah chief Hassan Nasrallah killed in Beirut  strike - Connected to India News I Singapore l UAE l UK l USA l NRI

ઈઝરાયેલના રોકેટ હુમલામાં બચી ગયેલા હાશિમ સફીદીન હાલ હિઝબુલ્લાહની કાર્યકારી પરિષદનો સભ્ય છે અને જેહાદ કાઉન્સિલનો સભ્ય છે. નસરાલ્લાહનો પિતરાઇ ભાઇ સફીદ્દીન ઘણા વર્ષોથી હિઝબુલ્લાહની અંદર એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યો છે. તે ઇઝરાઇલ અને યુનાઇટેડ સ્ટેટ્સની ટીકા કરવા માટે પણ ખૂબ જ અવાજ ઉઠાવતો રહ્યો છે. એટલું જ નહીં તે સતત પેલેસ્ટાઇનના મુદ્દાઓની તરફેણ કરતો રહે છે.

Who Is Hassan Nasrallah, Hezbollah Chief And Shia Cleric, Reportedly Killed  In Israeli Strikes In Beirut

હાશિમ સફીઉદ્દીન કોણ છે ?

ہاشم صفی الدین حزب اللہ کے نئے سربراہ بن سکتے ہیں؟

હાશિમ સફીઉદ્દીનનો જન્મ ૧૯૬૪ માં સાઉથ લેબેનોનના ડેર ક્વાત અલ-નહરમાં થયો હતો. લાંબા સમયથી નસરાલ્લાહના ઉત્તરાધિકારી તરીકે તેને તૈયાર કરવામાં આવી રહ્યો હતો. તે ઈરાનમાં અભ્યાસ કરતો હતો. 1990ના દાયકામાં તેને ઈરાનથી પાછો બોલાવવામાં આવ્યો. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે તે હિઝબુલ્લાહની અંદર નેતૃત્વની ભૂમિકા ભજવી શકે. નસરલ્લાહે હિઝબુલ્લાહની કમાન સંભાળ્યાના બે વર્ષ પછી, સફીઉદ્દીનને જૂથની કાર્યકારી પરિષદના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

છેલ્લા ત્રણ દાયકામાં સફીઉદ્દીને હિઝબુલ્લાહની અનેક કામગીરીનું સંચાલન કર્યું છે. એટલું જ નહીં ફાઇનાન્સ જેવા ક્ષેત્રોની પણ તેમણે ખૂબ સારી રીતે દેખરેખ રાખી છે. નસરલ્લાહ વ્યૂહાત્મક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતો હતો. બૈરુતના દક્ષિણી ઉપનગરોમાં હિઝબુલ્લાહના ગઢ દહિયાહમાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, “અમારો ઇતિહાસ, અમારી બંદૂકો અને અમારા રોકેટ તમારી સાથે છે.”

અમેરિકાએ આતંકી જાહેર કર્યો

American Flag Gif - IceGif

હાશિમ પોતાને પયગંબર મોહમ્મદનો વંશજ ગણાવે છે. પરંતુ અમેરિકાના વિદેશ વિભાગે તેને ૨૦૧૭ માં આતંકી જાહેર કર્યો હતો. હિઝબુલ્લાહ પર અમેરિકાના પ્રતિબંધનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહીથી હિઝબુલ્લાહના ઇરાદા વધુ મજબૂત થશે.

USA flag GIF by ljubavdesign on Dribbble

હિઝબુલ્લાહની ગતિવિધિને સમર્થન આપવા બદલ સાઉદી અરેબિયાએ ૨૦૧૭ માં બ્લેકલિસ્ટ કયો હતો. ૨૦૦૬ માં ઇઝરાયલે જ્યારે નસરલ્લાહની હત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે છુપાઈ ગયો હતો. સાથે જ સફીદીન મોટાભાગે જોવા મળ્યો હતો. તે લેબનોનમાં માર્યા ગયેલા હિઝબુલ્લાહ લડવૈયાઓના અંતિમ સંસ્કારમાં પણ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *