નવરાત્રીના ઉપવાસ દરમિયાન શિંગોડાના લોટમાંથી બનાવો સ્વાદિષ્ટ શિરો

નવરાત્રીના ઉપવાસ દરમિયાન શિંગોડાના લોટ માંથી બનતી વાનગી ખાઈ શકાય છે, ત્યારે અહીં શિંગોડાના લોટનો શિરો બનાવવાની રીત શેર કરી છે જે ખૂબ જ સરળ છે.

Navratri Recipe | નવરાત્રીના ઉપવાસ દરમિયાન શિંગોડાના લોટમાંથી બનાવો સ્વાદિષ્ટ શિરો, જાણો ખાસ રેસીપી

નવરાત્રિ ને હવે ગણતરીના દિવસ બાકી છે. આ ખાસ તહેવારમાં નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. ઘણા ભક્તો ૯ દિવસ નવરાત્રીના ઉપવાસ કરે છે. ત્યારે ઉપવાસ દરમિયાન વ્રતની રેસીપી અહીં શેર કરી છે. ઉપવાસ દરમિયાન શિંગોડાનો લોટ માંથી શિરો બનાવી શકાય છે કે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ શિરો બનાવવાની રીત ખૂબ જ સરળ છે. શિંગોડાના લોટનો શિરો બનાવવાની રેસીપી શેર કરી છે,

ઘઉંના લોટનો શીરો(ghau na lot no siro recipe in Gujarati)

સામગ્રી :

  • શિંગોડાનો લોટ
  • ૧ કપ પાણી
  • ૨-૩ ચમચી ઘી
  • ૧/૨ કપ ખાંડ અથવા ગોળ (સ્વાદ મુજબ)
  • ૨ કપ પાણી અથવા દૂધ
  • ૧/૪ ચમચી એલચી પાવડર
  • ૧-૨ ચમચી ડ્રાયફ્રૂટ્સ (બદામ, કાજુ, પિસ્તા વગેરે)

શિંગોડાના લોટનો શિરો રેસીપી 

  • એક પેનમાં ઘી ગરમ કરો, તેમાં શિંગોડાનો લોટ અને પાણી ઉમેરો અને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો. આનાથી લોટનો કાચોપણું દૂર થાય છે અને શીરામાં અદ્ભુત સુગંધ આવે છે.
  • એક અલગ વાસણમાં પાણી અથવા દૂધ ગરમ કરો અને તેમાં ખાંડ અથવા ગોળ ઉમેરો અને તેને સારી રીતે ઓગાળી લો.
  • જ્યારે લોટ સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં ધીમે-ધીમે ખાંડ અથવા ગોળનું પાણી ઉમેરો અને સતત હલાવતા રહો જેથી કરીને કોઈ ગઠ્ઠો ન બને.
  • જ્યારે શિરો ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • ગરમા ગરમ શિરો તૈયાર છે. તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *