તહેવારો ટાણે જ રોગચાળાએ માજા મુકી

ટાઈફોઈડની પણ સતત આગેકૂચ: શરદી-ઉધરસ-તાવના કેસ તો ઘટવાનું નામ જ નથી લેતાં.

નવલી નવરાત્રિ એકદમ ઢુકડી આવી ગઈ છે ત્યારે રાસરસિકો રીતસરના થનગની રહ્યા છે. જો કે રાસરસિકો રાસ લેવાનું શરૂ કરે તે પહેલાં જ ડેંગ્યુએભયાનક રાસ’ શરૂ કરી દેતાં ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એક જ સપ્તાહની અંદર રાજકોટમાં ડેંગ્યુના ૩૨ કેસ મળ્યા છે તો વધુ એક દર્દીનું ડેંગ્યુને કારણે મૃત્યુ થતાં રોગચાળાની રફ્તાર લોકોને રીતસરની ડરાવી રહી છે.

Mosquito GIFs - Get the best gif on GIFER

મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે તા.૨૩-૯-૨૦૨૪થી તા.૨૯-૯-૨૦૨૪ સુધીના સાત દિવસ દરમિયાન ડેંગ્યુના ૩૨ કેસ મળ્યા છે. આ સાથે જ તા.૧-૧-૨૦૨૪થી તા.૨૯-૯-૨૦૨૪ સુધીમાં ડેંગ્યુના ૨૨૨ દર્દી નોંધાઈ ચૂક્યા છે. આ સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત ટાઈફોઈડ તાવના ૪ દર્દી નોંધાયા છે જેથી આ વર્ષના કુલ ૭૧ દર્દી થઈ ગયા છે.

Dengue Virus - Citizendium

શરદી-ઉધરસના કેસની વાત કરવામાં આવે તો સાત દિવસમાં ૧૧૭૪ દર્દી નોંધાયા છે તો સામાન્ય તાવના ૬૩૭ અને ઝાડા-ઊલટીના ૨૩૦ દર્દી મળ્યા છે.

Dengue en AMBA: el dato clave de los expertos que cambia el panorama del  brote | El Destape

દરમિયાન ડેંગ્યુએ વધુ એક વ્યક્તિનો ભોગ પણ લીધો છે જેની વિગતો પ્રમાણે ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર બાલાજી હોલ પાછળ ઋષિવિલામાં રહેતા બસંત અતિનભાઈ પોઢ (ઉ.વ.૩૨) નામના યુવાનનું ડેંગ્યુને કારણે મૃત્યુ થયું છે. બસંત પોઢ મુળ ઓરિસ્સાનો રહેવાસી હતો અને આઠ દિવસ પહેલાં જ મજૂરી કામ માટે આવ્યો હતો. જો કે છેલ્લા ચાર દિવસથી તેને તાવ આવી રહ્યો હોય તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો જ્યાં ડેંગ્યુની અસર થતાં મોત નિપજ્યું હોવાનું નોંધવામાં આવ્યું.

Shortness Of Breath Animated Icon - Free Download Healthcare & Medical  Animated Icons | IconScoutJagyasini Vomiting Sticker - Jagyasini Vomiting Vomit - Discover & Share  GIFs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *