જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા  તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી ૬૫.૪૮ % મતદાન થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશના ૩૯.૧૮ લાખથી વધુ મતદારો ૪૧૫ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ ઉમેદવારોમાં બે પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ અને મુઝફ્ફર બેગનો પણ સમાવેશ થાય છે.

J&K Election 2024 Live: Over 36% voter turnout recorded till 1pm in J&K  phase 2 elections

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. આ તબક્કામાં સાત જિલ્લાની ૪૦ બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. આ સાથે ત્રીજા તબક્કામાં ૪૧૫ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું હતું. ત્રીજા રાઉન્ડમાં સૌથી વધુ ૧૧ બેઠકો જમ્મુ જિલ્લામાં હતી. ત્યાર બાદ બારામુલ્લામાં ૭, કુપવાડા અને કઠુઆમાં ૬-૬, ઉધમપુરમાં ૪ અને બાંદીપોરા અને સાંબામાં ૩-૩ વિધાનસભા બેઠકો હતી જ્યાં મંગળવારે મતદાન થયું હતું.

જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો કયા જિલ્લામાં કેટલું થયું મતદાન 2 - image

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી ૬૫.૪૮ % લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં ઉધમપુરમાં સૌથી વધુ ૭૨.૯૧ % મતદાન નોંધાયું હતું. જ્યારે બારામુલ્લામાં સૌથી ધીમી ગતિ ૫૫.૭૩ % મતદાન નોંધાયું હતું. જોકે, અંતિમ આંકડાઓ આવશે ત્યારે મતદાનની ટકાવારીમાં ફેરફાર થઈ શકે.

Jammu and Kashmir Assembly polls phase 2: Over 54% voter turnout by 5 pm -  India Today

આ પહેલા ૨૫ સપ્ટેમ્બરે બીજા તબક્કામાં જમ્મુ-કાશ્મીરના છ જિલ્લામાં ૫૭.૩૧ % મતદાન થયું હતું. ૧૮ સપ્ટેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં ૬૧.૩૮ % મતદાન થયું હતું.

Over 39 lakh electors to decide fate of 415 candidates in final phase of  elections on Oct 1 - Bold News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *