વડાપ્રધાન મોદીએ હરિયાણામાં જંગી રેલી સંબોધી

કોંગ્રેસનું સૂત્ર છે, કામ કરો નહિ અને કોઈને કરવા દો નહીં.

Watch: PM Modi's 'kya hua tera wada' jibe at Congress in Haryana

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે હરિયાણાના પલવલ ખાતે રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે, હરિયાણાનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે કેન્દ્રમાં જે પણ સરકાર બને છે તે જ સરકાર હરિયાણામાં પણ બને છે. તમે ત્રીજી વખત દિલ્હીમાં ભાજપની સરકાર બનાવી અને હવે તમે અહીં હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનાવવાનું નક્કી કર્યું છે.

મોદીએ લોકોને સંબોધતા કહ્યું કે, તમે બધા અમને તમારા આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં અહીં આવ્યા છો. આજની બેઠક હરિયાણાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે. અમે તમારા આશીર્વાદ અને સમર્થન માટે આભારી છીએ. હરિયાણામાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.

એમણે કહ્યું કે, કોંગ્રેસનું સૂત્ર છે – ન તો કામ કરો અને ન તો બીજાને કામ કરવા દો, કોંગ્રેસની રાજનીતિ માત્ર ખોટા વચનો સુધી સીમિત છે, જ્યારે ભાજપની રાજનીતિ સખત મહેનત અને પરિણામ બતાવવા પર કેન્દ્રિત છે. કોંગ્રેસ ક્યારેય મહેનત કરતી નથી. કોંગ્રેસે વિચાર્યું હતું કે ૧૦ વર્ષ વીતી ગયા છે અને હરિયાણાના લોકો તેમને એક થાળીમાં સત્તા સોંપશે. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને આવી જ ગેરસમજ હતી. પરંતુ મધ્યપ્રદેશની જનતાએ કોંગ્રેસને દિવસનો તારો બતાવી દીધો.

હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, 5મીએ વડાપ્રધાન મોદીએ કલમ ૩૭૦ નાબૂદ કરી હતી અને તે જ ૫ મીએ રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર ૫ મી આવી રહી છે. હું તમને ખાતરી આપું છું કે આ ૫ મીએ હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનાવીને ઈતિહાસ રચશે. હું ફરી એકવાર તમારું હરિયાણાની ધરતી પર સ્વાગત કરું છું,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *