હરિયાણાના મુખ્યપ્રદાન નાયબસિંઘ સૈની, ભુપિન્દર હૂડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય ૧૦૩૧ ઉમેદવારોનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની ૯૦ બેઠકોની ચૂંટણી માટે પાંચમી ઓક્ટોબરે મતદાન છે.
હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપની નજર હેટ્રિક પર છે, જ્યારે કોંગ્રેસને દાયકા પછી સત્તામાં પરત ફરવાની આશા છે. મતગણતરી ૮ મી ઓક્ટોબરના રોજ થશે.
હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ ૨,૦૩,૫૪,૩૫૦ મતદાતા છે. તેમા ૮૮૨૧ મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે.
૯૦ વિધાનસભા બેઠકો પર કુલ ૧૦૩૧ ઉમેદવારો ઊભા છે અને તેમાથી ૧૦૧ મહિલા છે તો ૪૬૪ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ ૨૦૬૩૨ બૂથ રાખવામાં આવ્યા છે.
હરિયાણાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, આઇએનએલડી-બીએસપી અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.