હવસખોર મિત્રો જ તેને એકાંત જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.
નવરાત્રીને લવરાત્રી ગણવામાં આવી રહી છે આ વાતનું ઉદાહરણ આજે જોવા મળ્યું. સંસ્કાર નગરી તરીકે ઓળખાતાં વડોદરામાં જ સગીરા પર ગેંગરેપનો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં ભાયલીમાં નવરાત્રીના બીજા દિવસે સગીરા પર ૨ મિત્રોએ ગેંગરેપ કર્યો હતો.
જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યું કે પીડિતા તેના મિત્રને રાતે ૧૧:૩૦ વાગે મળી હતી ત્યાર બન્ને સ્કૂટી પર ભાયલી પહોંચ્યાં હતા આ સમય દરમિયાન રાતે ૧૨:૦૦ વાગ્યે બે બાઈક પર બેઠેલા પાંચ લોકોએ તેમને જોયા હતા અને આ વખતે પીડિતા અને તેના મિત્ર વચ્ચે કોઈક વાતે બોલાચાલી થઈ હતી અને બાઈક પર આવેલામાં પાંચમાંથી બે મિત્રોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક યુવાને પીડિતાને પકડી રાખ્યો હતો બાકીના બે યુવતી સાથે દુષ્કર્મ આચરતાં રહ્યાં હતા.
રેપ બાદ ગુનેગારો જતાં રહ્યાં હતા અને ત્યાર બાદ મિત્ર સાથે પીડિતાએ ફરિયાદ કરતાં ઘટનાસ્થળે પહોંચીને પોલીસે એરિયાને ઘેરી લીધો અને પુરાવા ભેગા કર્યાં હતા ત્યાર બાદ તેને આધારે ૨ આરોપીઓને ઝડપી પાડ્યાં હતા.