ગરબામહોત્સવ માં લગભગ ૩૮૫૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
શાળાના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, માનદસહ મંત્રીશ્રી સુધીરભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ પટેલ સહાયક સભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ, ગરબાના નિર્ણાયક શ્રીમતી દિશા મહેતા તથા વિધિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગરબાના સ્પોન્સર શાળાના શિક્ષકશ્રી દેવેન્દ્રભાઈ શર્મા હતા. ગરબામાં શ્રેષ્ઠ ગરબા ખેલનાર ૪૦ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. સુંદર આયોજન બદલ શાળાના ટ્રસ્ટીશ્નીઓએ બંને વિભાગના આચાર્યશ્રીઓ તથા સમગ્ર શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા.