ચેમ્બુરમાં ભીષણ આગને પગલે ૨ બાળકો સહિત ૫ જીવતાં ભડથું.
મુંબઈથી એક હચમચાવી મૂકે તેવા અહેવાલ સામે આવ્યા છે. અહીં ચેમ્બુરમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનની આગને પગલે ઉપરના માળે રહેતાં પરિવારના ૫ સભ્યો જીવતાં ભડથું થઈ ગયા હતા. આ ઘટના વહેલી સવારે પાંચ વાગ્યે બની હોવાની જાણકારી છે.
માહિતી અનુસાર બિલ્ડિંગમાં આવેલા વીજમીટરના બોક્સમાં કોઈ કારણોસર આગ લાગી ગઇ હતી અને પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી ઈમારતને ભરડામાં લઈ લેતાં એક જ પરિવારના પાંચ લોકોને કાળ ભરખી ગયો હતો. જે ઈમારતમાં આગ લાગી તેમાં નીચેના ફ્લોર પર દુકાન હતી અને ઉપરના માળે પરિવાર રહેતો હતો.