જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ ૨૦૨૪ મુજબ કોંગ્રેસ એનસી ગઠબંધનને બહુમતી મળતી દેખાય છે. હવે વિવાદિત કલમ ૩૭૦ બાદ પહેલવાર યોજાયેલા ચૂંટણી પરિણામ ઘણા રસપ્રદ હોઇ શકે છે.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ પરિણામ પૂર્વે શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા છે. વિવાદિત કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ૯૦ બેઠકો પર મતદાન થયું છે. આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરમાં કોની સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જેણે કોંગ્રેસ સાથે ચૂંટણી લડી તો. તો મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી અને ભાજપે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી.
જમ્મુ કાશ્મીરમાં ભાજપને ૨૭ -૩૨ બેઠક, કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ (એનસી)ને ૪૦ થી ૪૮ બેઠક મળી શકે છે. તો પીડીપીને ૬ થી ૧૨ બેઠક અને અન્ય પક્ષોને ૬ થી ૧૧ સીટ મળી શકે છે.