હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ૭ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક જિલ્લાઓમા સુકુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કરછ માટે આગામી દિવસોમાં પણ વાતાવરણ સુકો રહેવાનું છે. આ વિસ્તારોમા વરસાદની આગાહી નહીવત્ છે. જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદની આગાહી કરાઈ છે. હાલમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કોઇ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ પડી શકવાની સંભાવના રહેલી નથી.
રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ૭ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
તારીખ ૧૦ ઓક્ટોબર થી ૧૩ ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.