માલદીવ-ભારતના સંબંધ સુધર્યાં!

ભારત પ્રવાસે આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પીએમ મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી. દરમિયાન વર્ચ્યુઅલ રીતે માલદીવમાં હનીમાધૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું ઉદ્ઘાટન પણ કર્યું.

PM Modi Meets Maldivian President Muizzu, Repairing Strained Bilateral Ties Key Agenda - Oneindia News

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થઈ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ માલદીવમાં હનીમાધૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું.

Part of new runway at Hanimaadhoo Airport to be opened in January

આ દરમિયાન માલદીવમાં RuPay કાર્ડ દ્વારા પેમેન્ટની શરૂઆત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ આ પ્રકારના પહેલા ટ્રાન્ઝેક્શનના સાક્ષી બન્યા.

PM Narendra Modi sits next to Maldives' President Mohamed Muizzu at presidential banquet - India Today

પીએમ મોદીએ કહ્યું, “ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે. ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને ગાઢ મિત્ર છે. અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર વિઝનમાં માલદીવું મહત્ત્વપૂર્ણ છે.”

In Photos: Maldives President Arrives In India For A State Visit

“અમે સંરક્ષણ અને સુરક્ષા સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. એકતા હાર્બર પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અમે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવમાં ફાઉન્ડિંગ મેમ્બર તરીકે જોડાવા માટે માલદીવનું સ્વાગત છે.”

EAM Jaishankar calls on Maldives President Dr. Muizzu.

ટ્વિટર પર એક પોસ્ટમાં બેઠક વિશે માહિતી આપતા વિદેશ મંત્રાલયે લખ્યું, “ભારત-માલદીવના વિશેષ સંબંધોને આગળ લઈ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ભારત-માલદીવ દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક ચર્ચા થશે.”

Thepla Junction GIFs on GIPHY - Be Animated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *