આ દિવસોમાં દેશભરમાં નવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ઠેર-ઠેર માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ગરબાના તાલે લોકો ઘૂમી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા દુર્ગાને સમર્પિત ગરબા ગીત લખ્યું છે. સોમવારે તેમના સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી ગરબા ગીત શેર કરતી વખતે, તેમણે મા દુર્ગાને પ્રાર્થના કરી કે તેમના આશીર્વાદ હંમેશા બધા લોકો પર રહે. તેમણે પીએમ દ્વારા લખેલા ગરબા ગીતની મધુર રજૂઆત માટે ગાયક પૂર્વામંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના X હેન્ડલ દ્વારા નવરાત્રિના શુભ અવસર પર મા દુર્ગાને સમર્પિત ગરબા ગીત ‘આવતી કળાઈ’ શેર કર્યું છે. ગરબા ગીતનો મ્યુઝિક વિડીયો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે, ” નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે
પીએમ મોદીએ તેમના દ્વારા લખેલા ગરબા ગીતની સુરીલી રજૂઆત માટે ગાયિકા પૂર્વા મંત્રીનો આભાર માન્યો હતો અને તેમના ગાયનની પણ પ્રશંસા કરી હતી. અન્ય એક એક્સ-પોસ્ટમાં, પીએમ મોદીએ આવતી કળાઇના સિંગરની પ્રશંસા કરી અને લખ્યું, “હું આ ગરબા ગાવા અને તેની આટલી મધુર રજૂઆત આપવા બદલ પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા પૂર્વ મંત્રીનો આભાર માનું છું.”