ડાયાબિટીસના દર્દીઓ ઉપરાંત હૃદય રોગ તકલીફ ધરાવતા લોકોને ડોક્ટર સવારે માત્ર ૩૦ મિનિટનું મોર્નિંગ વોક અથવા જોગિંગ કરવાથી સલાહ આપે છે.
વહેલી સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત અને તાજગીભર્યું રહે છે આવી વાતો આપણે મોટેભાગે સાંભળી હશે. અને તેમાં કોઈ શંકા નથી, મોર્નિંગ વોક કરવાથી તમારા શરીરને તાજગી મળે છે અને અન્ય સવારે ચાલવાના ઘણા સ્વાસ્થ્ય ફાયદા થાય છે, તેનાથી માનસિક સ્વાસ્થ્યથી લઈને રોગપ્રિતકારક શકિત વધારવામાં મદદ કરી શકે છે, અહીં જાણો અન્ય ફાયદા.
સવારે ચાલવાના ફાયદા
માનસિક સ્વાસ્થ્ય
જો તમારો મૂડ સારો નથી, તમે તણાવ અને હતાશ અનુભવો છો અથવા તમને ઊંઘ સરખી આવતી નથી તો દરરોજ સવારે ૩૦ મિનિટની વૉક તમારા માટે વધુ સારો ઉપાય હોઈ શકે છે. વહેલી સવારે તાજી હવામાં શ્વાસ લેવાથી તમારો મૂડ દિવસભર સારો રહે છે અને તમને કામમાં પ્રોડકટીવીટી સુધારવામાં પણ મદદ મળે છે.
હાઈ બ્લડ પ્રેશર
સવારે માત્ર ૩૦ મિનિટનું મોર્નિંગ વોક અથવા જોગિંગ કરવાથી હાઈ બ્લડ પ્રેશર, કેન્સર અને હૃદય રોગ જેવી ખતરનાક બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. તે ડાયાબિટીસ અને સ્ટ્રોક સામે પણ રક્ષણ આપે છે.
વજન નિયંત્રણ
જો તમે દરરોજ ૩૦ મિનિટ ચાલશો અને થોડી ઝડપથી ચાલશો તો આ આદત તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. વધારે વજન એ આજે ઘણા લોકોની સામાન્ય સમસ્યા છે અને તે એક જટિલ સમસ્યા છે. પરંતુ તમારી લાઇફસ્ટાઇલ અને આહારમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરીને અને સારી ટેવો ચાલુ રાખવાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
હાડકા મજબૂત થાય
દરરોજ સવારે ચાલવાથી તમારા હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે. વાસ્તવમાં, જ્યારે તમે વહેલી સવારે ચાલવા અથવા કસરત કરવા જાઓ છો, ત્યારે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને ચાલવાને કારણે સ્નાયુઓની શક્તિ અને સ્ટેમિના વધે છે.
રોગપ્રતિકારક શક્તિ
જો તમને નબળાઈ અને ઓછી રોગપ્રતિકારક શક્તિની સમસ્યા રહે છે, તો દરરોજ ૩૦ મિનિટ ચાલવાથી તમને સારું લાગે છે, કારણ કે જ્યારે તમે ચાલો છો, ત્યારે તમારા શરીરની ઉર્જા શારીરિક પ્રવૃત્તિઓમાં ખર્ચાય છે, જેથી ભૂખ લાગે છે. આ સાથે, સવારે વહેલા ચાલવાથી, તાજી હવામાં શ્વાસ લેવાથી અને સવારના પ્રથમ કિરણો દ્વારા પ્રાપ્ત વિટામિન ડી પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.