હરિયાણા ૨૦૨૪ વિધાનસભા ચૂંટણી માટે ૫ ઓક્ટોબરે મતદાન થયું હતું. એવામાં હવે તમામ બેઠકો પર મતદાનની ગણતરી આજે એટલે કે ૮ ઓક્ટોબરના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યે શરૂ થશે. ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી હતી. હરિયાણામાં આશરે ૬૬.૦૨ % મતદાન થયું હતું.
હરિયાણાના ચૂંટણી પરિણામ:૦૧.૧૫ PM | ||
કોંગ્રેસ | ૩૪ | |
ભાજપ | ૫૧ | |
INLD | ૧ | |
OTH | ૪ | |
કુલ બેઠક | ૯૦ | |
જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ:૦૧:૧૫ PM | ||
ભાજપ | ૨૯ | |
કોંગ્રેસ+
|
૪૮ | |
PDP | ૩ | |
OTH | ૭ | |
કુલ બેઠક | ૯૦ |
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપને બહુમતી મળી છે. જેને લઈને ગુરુગ્રામમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી અને એકબીજાને અભિનંદન આપવાનું શરૂ કર્યું છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં પણ ચૂંટણી પંચ ધીમી ગતિએ ડેટા અપડેટ કરી રહ્યું છે. શું ભાજપ જૂના ડેટા અને ભ્રામક વલણો દ્વારા વહીવટીતંત્ર પર દબાણ લાવવા માંગે છે?
હરિયાણા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. હાલના વલણો અનુસાર હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.
હરિયાણામાં શહેરી બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ૩૦ શહેરી બેઠકોમાંથી ૨૧ પર ભાજપ આગળ છે. લગભગ ૭૦ % શહેરી મતદારો ભાજપ સાથે જોવા મળે છે. કોંગ્રેસ માત્ર ૭ શહેરી બેઠક પર આગળ છે.
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ભૂપિન્દર સિંહ હુડ્ડાનું કહેવું છે કે, ‘વર્તમાન વલણ અનુસાર કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટી હાઈકમાન્ડ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરશે. કોંગ્રેસ પોતાની બહુમતી લાવશે. આનો શ્રેય રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના તમામ નેતાઓ અને હરિયાણાના લોકોને જશે.’
હરિયાણામાં મત ગણતરીના પ્રારંભિક વલણો કોંગ્રેસની તરફેણમાં હતા અને પક્ષને સંપૂર્ણ બહુમતી મળી રહી હતી, પરંતુ અચાનક ચિત્ર બદલાઈ જતા ભાજપ આગળ વધી રહ્યં છે. તેમ છતાં કુમારી શૈલજાએ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
અંબાલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે જણાવ્યું હતું કે, ‘હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. મુખ્યમંત્રી પદના ચહેરા પર નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.’
હરિયાણામાં મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. ભાજપે પહેલીવાર બહુમતીનો આંકડો પાર કર્યો છે.
હરિયાણાની તમામ ૯૦ બેઠકના વલણોમાં કોંગ્રેસની જબરદસ્ત લહેર જોવા મળી રહી છે. કોંગ્રેસને બે તૃતિયાંશ બહુમતી મળી છે.
કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, ‘અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.’
હરિયાણામાં મતગણતરી વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોમાં સંભવિત જીતને લઈને ઉત્સાહ છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરો મીઠાઈ વહેંચી રહ્યા છે. શરૂઆતના વલણોમાં કોંગ્રેસને હરિયાણામાં બહુમતી મળી છે.
કોંગ્રેસને આ વખતે હરિયાણામાં બમ્પર જીતનો પૂર્ણ આત્મવિશ્વાસ હતો. શરૂઆતી વલણમાં જ લીડ મળી જતાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને ઉજવણી શરૂ કરી હતી.
કૈથલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ ચૂંટણી પરિણામો પહેલા દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ વખતે ૭૦ બેઠકો જીતશે અને ૧૦ વર્ષના ભ્રષ્ટાચારના શાસનનો અંત આવશે.
હરિયાણાના મુખ્યમંત્રી તથા ભાજપ નેતા નાયબ સૈનીએ મતગણતરી અગાઉ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ભાજપને જીત મળશે. અમારી સરકાર લોકોના કામ કરતી રહેશે.