સૈનિકો, ખેડૂતો, કુસ્તીબાજો અને બંધારણ એમ ચાર મુખ્ય મુદ્દાઓ પર પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ જલેબી ચાખી, પરંતુ સ્વાદ ભાજપને આવ્યો. હરિયાણાના ૫૭ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે કોઈ પાર્ટી સતત ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે અને એ છે ભાજપ.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણાના પરિણામોની પડઘો દૂર દૂર સુધી જશે, જ્યાં શરૂઆતના વલણોમાં કોંગ્રેસના મનમાં લાડુ તો ફૂટ્યા પરંતુ પરિણામોમાં જીતની જલેબીનો સ્વાદ ભાજપે ચાખ્યો. હરિયાણાના જનાદેશે બતાવી દીધું કે લોકસભા ચૂંટણી બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ લોકોનો વિશ્વાસ પીએમ નરેન્દ્ર મોદી પર જળવાઈ રહ્યો છે.
સૈનિકો, ખેડૂતો, કુસ્તીબાજો અને બંધારણ એમ ચાર મુખ્ય મુદ્દાઓ પર પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ જલેબી ચાખી, પરંતુ સ્વાદ ભાજપને આવ્યો.
હરિયાણાના ૫૭ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે કોઈ પાર્ટી સતત ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે અને એ છે ભાજપ.
સત્તામાં રહીને રાજ્યોમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાના મામલે ભાજપ અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. જ્યાં ભાજપનો સક્સેસ રેટ ૬૧ % છે, એટલે કે જનતાનો સતત વિશ્વાસ જીતવામાં પણ પીએમ મોદી આગળ છે. દર ચારમાંથી એક વોટની તાકાત ધરાવતા જાત સમાજના બળ પર કોંગ્રેસ જીતનો વિચાર કરતી રહી, પરંતુ પરિણામો અલગ જ આવ્યા.
જાટલેન્ડમાં કોંગ્રેસની ત્રણ બેઠકો ઘટી ગઈ અને ભાજપની ત્રણ બેઠકો વધી ગઈ.
બંધારણનો મુદ્દો એટલે કે દલિત મત… લોકસભાની ચૂંટણીની જેમ, રાહુલ ગાંધી હરિયાણામાં પણ પ્રચાર દરમિયાન બંધારણ અને જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો હાથમાં લઈને ફર્યા. પછાત વર્ગની વાત કરી, પરંતુ અહીં પણ કોંગ્રેસ કરતાં ભાજપને વધુ ફાયદો થયો. ભાજપે ગયા વખત કરતાં ત્રણ વધુ દલિત અનામત બેઠકો જીતી છે. જો કે, કોંગ્રેસને ૨૦૧૯ કરતા ૨ વધુ સીટો મળી. ઉચ્ચ જ્ઞાતિ હોય, ઓબીસી હોય કે દલિત… દરેક વર્ગમાં ભાજપે કોંગ્રેસ કરતાં વધુ બેઠકો મેળવી છે. ૨૦૧૯ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૪૦ બેઠકો જીતી હતી. ૨૦૨૪ માં, આમાંથી ૨૬ બેઠકો બીજી વાર જીતી લીધી, એટલે કે, વર્તમાન ૩ માંથી ૨ બેઠકો ફરી જીતી લીધી છે. ભાજપે ૨૨ નવી બેઠકો જીતી છે. કોંગ્રેસ પાસેથી ૧૪ બેઠકો છીનવાઈ છે, જયારે જેજેપીની ૪ અને અપક્ષની ૪ બેઠકો છીનવાઈ છે. અહીં પણ જનતાને કોંગ્રેસ કરતાં વધુ વિશ્વાસ ભાજપ અને નરેન્દ્ર મોદીના નામ પર હતો.
વડાપ્રધાન મોદીએ બીજેપી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરવા દરમિયાન કહ્યું કે દેશના ઘણા રાજ્યોમાં કોંગ્રેસ માટે નો એન્ટ્રીના બોર્ડ લાગી ચુક્યા છે. અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર ચૂંટાય કે હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં ભાજપની સતત જીત, ભાજપની કામગીરીની રાજનીતિ પર જનતાનો વિશ્વાસ વધ્યો છે.
કોંગ્રેસ વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ ની વચ્ચે ૬૨ માંથી ૪૭ વિધાનસભા ચૂંટણીઓ હારી ચુકી છે, આ ઉપરાંત સતત ત્રણ લોકસભા ચૂંટણી પણ કોંગ્રેસ હારી ચુકી છે. સાથે જ ૨૦૧૧ પછી એટલે કે છેલ્લા ૧૩ વર્ષમાં કોંગ્રેસ એક પણ રાજ્યમાં સત્તામાં રહીને પ્રો-ઇન્કંબેસી સાથે સત્તામાં પાછી ફરી નથી. ઉપરાંત જો કોઈ રાજ્યમાં અન્ય પાર્ટીના શાસન સામે સત્તા વિરોધી લહેર ઉભી થઈ, તો કોંગ્રેસને વિકલ્પ તરીકે જીતવાની તક મળી છે. પોતાના દમ પર કોંગ્રેસ ફરીથી જીત મેળવી શકી નથી.
રાજ્યોમાં સત્તામાં રહીને કોંગ્રેસે પોતે ૪૦ વખત વિધાનસભા ચૂંટણીનો સામનો કર્યો અને તેમાંથી માત્ર ૭ જ જીતી શકી. કોંગ્રેસનો સફળતાનો દર માત્ર ૧૮ % રહ્યો, ભાજપ માટે આ આંકડો ૪૦ માંથી ૨૨ વાર છે, જે ૫૫ % નો સફળતાનો દર છે. પ્રાદેશિક પક્ષોનું પ્રદર્શન કોંગ્રેસ કરતાં સારું રહ્યું છે, કારણ કે સત્તામાં રહીને પ્રાદેશિક પક્ષોએ ૩૬ માંથી ૧૮ વખત જીત મેળવી છે, તેમનો સફળતાનો દર ૫૦ % રહ્યો છે, તેથી જ એવો દાવો કરવામાં આવે છે કે જનતા પાસે સરકાર ચલાવવા માટે ભાજપ પસંદગીનો પક્ષ બની રહ્યો છે, તેવી જ રીતે સતત બે વખત સત્તામાં રહીને ત્રીજી વખત ચૂંટણી જીતવામાં કોંગ્રેસનો સફળતાનો દર માત્ર ૧૪ % છે, જ્યારે ભાજપનો ૬૧ % અને પ્રાદેશિક પક્ષોનો ૬૦ % છે.
લોકસભાની ચૂંટણીની જેમ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ જાતિ ગણતરી, બંધારણ બદલવાના ડર સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ જ્યારે જોવામાં આવે કે દરેક જાતિ-ધર્મના કેટલા ધારાસભ્યો જીત્યા છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે અહીંથી આવેલો આ જીતનો પડઘો પણ કોંગ્રેસ વિરુદ્ધ દૂર દૂર સુધી જશે. કારણ કે જો ઉચ્ચ જાતિના ૫૨ ધારાસભ્યો છે તો ૨૭ ભાજપના છે. કોંગ્રેસના ૨૦, અન્ય પાંચ. જાટ ધારાસભ્યોમાં ૬ ભાજપના, ૧૩ કોંગ્રેસના અને ચાર અન્ય છે. પંજાબીમાં ૧૧ માંથી આઠ ભાજપના, ત્રણ કોંગ્રેસના, બ્રાહ્મણમાં આઠમાંથી સાત ભાજપના છે. એક વિશ્નોઈ ધારાસભ્ય કોંગ્રેસના છે. ઓબીસીમાં ૧૬ માંથી ૧૩ ધારાસભ્યો એકલા ભાજપના છે, જેમાંથી ૬ આહીર ધારાસભ્યો ભાજપના છે. છ ગુર્જરોમાંથી ૪ ભાજપના છે. દલિત વર્ગના ૧૭ ધારાસભ્યોમાંથી ૮ ભાજપના અને ૯ કોંગ્રેસના છે, જ્યારે તમામ પાંચ મુસ્લિમ ધારાસભ્યો કોંગ્રેસના જીત્યા છે. ધારાસભ્યોનું આ જાતિ ગણિત કહે છે કે કોંગ્રેસ જે વિભાજન ઇચ્છતી હતી તે જનતાએ થવા દીધું નથી.
કોંગ્રેસે હરિયાણામાં વિચાર્યું હતું કે જાટ અને દલિત મતો એક થઈને તેને મળશે અને જાટ-દલિતના સોશિયલ એન્જિનિયરિંગના આધારે ભૂપેન્દ્ર હુડ્ડા શપથ લેવાના સપના જોવા લાગ્યા. પરંતુ ૬૦ બેઠકો જીતવાના સપનામાં ડૂબેલા હુડ્ડાના સપના પર ભાજપે તેની સોશિયલ એન્જિનિયરિંગથી પાણી ફેરવી દીધું. કોંગ્રેસની જાટ+દલિતની તુલનામાં, ભાજપે બિન-જાટ, વંચિત દલિત અને ઓબીસી વર્ગો પર ભાર આપ્યો. અનુસૂચિત જાતિ માટે અનામત ૧૭ બેઠકોમાંથી ભાજપે વંચિત દલિત વર્ગ એટલે કે દલિત અને પછાત વર્ગના ઉમેદવારોને ૯ બેઠકો આપી. પરિણામે દેખાડી દીધું કે ભાજપની દલિતો માટે અનામત બેઠકોની સંખ્યા ગત વખતની સરખામણીમાં પાંચથી વધીને આઠ થઈ. કોંગ્રેસની બેઠકો ૭ થી વધીને માત્ર ૯ થઈ. એટલે કે SC અનામત બેઠકો પર ભાજપને વધુ ફાયદો થયો.
હરિયાણામાં દલિત મતો માટે ભાજપે સંપૂર્ણપણે અલગ વ્યૂહરચના અપનાવી. આને બિહારના મહાદલિત જેવું સૂત્ર કહી શકાય. હરિયાણામાં કુલ દલિત મત ૨૨.૫૦ % છે, જો આપણે તેને બે ભાગમાં વહેંચીએ, તો ૮.૫૦ % મત દલિતોમાં થોડી મજબૂત જાતિના છે, બાકીના ૧૪ % મત વંચિત દલિત જાતિના છે. ભાજપે તેમને વંચિત અનુસૂચિત જાતિ તરીકે નામ આપવાની ઘણી જાહેરાતો કરી છે. હરિયાણામાં દલિતો માટે આરક્ષિત ૧૭ બેઠકોમાંથી ભાજપે ૯ વંચિત દલિતોને ટિકિટ આપી. અન્ય આઠ અનુસૂચિત જાતિને. એવો દાવો કરવામાં આવે છે કે ૮.૫૦ % અન્ય દલિત મતો તમામ પક્ષોમાં વહેંચાઇ ગયા, પરંતુ ભાજપને ૧૪ % વંચિત દલિતોનો મોટો હિસ્સો મળ્યો. આથી ભાજપને ગત વખતની સરખામણીમાં અનામત બેઠકો પર કોંગ્રેસ કરતાં વધુ ફાયદો થયો.
ભાજપે પહેલા જ સતત બે વારની ભાજપ સરકારો સામે ઉઠેલી સત્તા વિરોધી લહેરને અનુભવીને રાજ્યની કમાન ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને સોંપી હતી. નાયબ સિંહ સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. હરિયાણામાં OBC સમુદાયની વસ્તી લગભગ ૪૪ % હોવાનું કહેવાય છે. ભાજપે ૧૯ ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી અને જ્યારે હરિયાણામાં કુલ ૧૬ ઓબીસી ઉમેદવારો જીત્યા છે, તેમાંથી ભાજપના ૧૩ ધારાસભ્યો છે અને કોંગ્રેસ પાસે માત્ર ત્રણ છે.