ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આ વધારો કરવામાં આવ્યો છે. જાણો ગુજરાતમાં કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આજે ક્રૂડ ઓઈલના ભાવમાં ૦.૪૨ % નો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રતિ બેરલ તેની કિંમત ૭૩.૮૮ ડોલર થઈ ગઈ છે. એવામાં ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
ક્રૂડ ઓઈલમાં ભાવ વધારો થયા બાદ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૧૩ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જે બાદ ગુજરાતમાં પેટ્રોલ ૯૪.૭૯ રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જ્યારે પેટ્રોલમાં ૧૩ પૈસા વધવાના કારણે ૯૦.૪૬ રૂપિયા પ્રતિ લિટરે તેનો ભાવ પહોંચ્યો છે.
દેશના બીજા રાજ્યોમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે ઝારખંડમાં ૯૭.૮૪ રૂપિયા અને ૯૨.૬૦ રૂપિયા, મેઘાલયમાં ૯૬.૫૮ રૂપિયા અને ૮૭.૩૧ રૂપિયા, તમિલનાડુમાં ૧૦૦.૮૫ રૂપિયા અને ૯૨.૪૪ રૂપિયા, પંજાબમાં ૯૭.૩૪ રૂપિયા અને ૮૭.૮૪ રૂપિયા, ત્રિપુરામાં ૯૭.૫૫ રૂપિયા અને ૮૬.૫૭ રૂપિયા, મધ્ય પ્રદેશમાં ૧૦૬.૪૭ રૂપિયા અને ૯૧.૮૪ રૂપિયા પ્રતિ લિટરે ભાવ પહોંચ્યા છે.