નવરાત્રિના દરેક દિવસનું ખાસ મહત્વ રહેલું છે. તેમાં આઠમ અને નોમ પર કન્યા પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો આખી નવરાત્રી ઉપવાસ કરે છે અને દેવી દુર્ગાની પૂજા કરે છે અને દરરોજ કન્યાઓની પૂજા કરે છે. છોકરીઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે.
દેશભરમાં મા દુર્ગાનો પવિત્ર તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન માતાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિના દરેક દિવસનું ખાસ મહત્વ રહેલું છે. તેમાં આઠમ અને નોમ પર કન્યા પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો આખી નવરાત્રી ઉપવાસ કરે છે અને દેવી દુર્ગાની પૂજા કરે છે અને દરરોજ કન્યાઓની પૂજા કરે છે. છોકરીઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કન્યાઓનું પૂજન કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. આ વર્ષે આઠમ અને નોમ તિથિને લઈને લોકોમાં મૂંઝવણ છે. દરેક લોકોને એક જ સવાલ એ થાય છે કે આઠમ ક્યારે છે? આઠમ અને કન્યા પૂજા માટે કયો શુભ સમય છે?
આઠમને લઈને વિવિધ મતમતાંતરો વચ્ચે જાણીતા જ્યોતિષીઓના જણાવ્યા મુજબ આ વખતે આસો નવરાત્રીમાં 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થયો છે, જે ૧૨ ઓક્ટોબરે સમાપ્ત થશે. આ પછી દસમ તિથિ શરૂ થશે. તેના પરથી એવું સ્પષ્ટ થાય છે કે આઠમનું વ્રત રાખનારાઓ માટે ૧૧ ઓક્ટોબરનો દિવસ શુભ રહેશે.
શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર ૧૧ મી ઓક્ટોબરે અષ્ટમીનું વ્રત કરવું વધુ શુભ રહેશે. તે જ દિવસે સવારે ૦૬:૫૨ પછી હવન વગેરે પણ કરી શકાય છે. જ્યોતિષીઓના માનવા મુજબ આ વર્ષે આઠમ તિથિ ૧૦ ઓક્ટોબરે બપોરે ૧૨:૨૩ વાગ્યે શરૂ થઈ રહી છે અને તે ૧૧ ઓક્ટોબરે સવારે ૦૬:૫૨ વાગ્યે સમાપ્ત થશે. જ્યારે નોમની તિથિ ૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૦૬:૫૨ વાગ્યા પછી શરૂ થઈ રહી છે અને તે બીજા દિવસે એટલે કે ૧૨ ઓક્ટોબરના રોજ સવારે ૦૫:૧૨ વાગ્યે સમાપ્ત થશે.
નવરાત્રી દરમિયાન કન્યાની પૂજા કરવાની પરંપરા છે. કન્યાની પૂજા કરવાથી ઘરની દરેક પ્રકારની મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને માતા દુર્ગા ખૂબ જ પ્રસન્ન છે. નવરાત્રીની અષ્ટમી અથવા નવમી તિથિ પર ૯ કન્યાઓની પૂજા કરવી જોઈએ. આ વખતે અષ્ટમી પર કન્યા પૂજાનો શુભ સમય સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ વચ્ચેનો છે.
જ્યોતિષીઓનું કહેવું છે કે કન્યા પૂજા પછી કન્યાઓને સોપારી ખવડાવવું જોઈએ. સાથે સાથે ફળ અને દક્ષિણા આપવા જોઈએ. તેમજ લાલ ચૂંદડી અર્પણ કરીને શણગારીને વિદાય આપો. આવું કરવાથી માતા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે.