દશેરામાં મીઠાશ આપતા ફાફડા જલેબીના ભાવ આમ જનતાને દઝાડી શકે છે. કારણકે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
વિજયાદશમીના પર્વને આડે ગણતરીના કલાકો બાકી છે, ગુજરાતીઓ ફાફડા જલેબી ખાઈ દશેરાની ઉજવણી કરે છે. ત્યારે તહેવારો માણવાના શોખીન અમદાવાદીઓ દશેરાની ઉજવણી માટે તડામાર તૈયારી કરતા જોવા મળી રહ્યા છે.
વેપારીઓ ફાફડા જલેબી બનાવવાના લાગ્યા છે. પરંતુ આ વખતે દશેરામાં મીઠાશ આપતા ફાફડા જલેબીના ભાવ આમ જનતાને દઝાડી શકે છે. કારણકે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ફાફડા જલેબીમાં ૫૦ રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. ફાફડા ૭૦૦ રૂપિયા જ્યારે જલેબી ૮૦૦ રૂપિયે કિલો મળી રહી છે.
દશેરામાં મિઠાઇની ખરીદીમાં લાંબી લાઇનથી બચવા એક દિવસ પહેલા પણ લોકો ફાફડા જલેબીની ખરીદી કરી લેતા હોય છે. નવરાત્રી પર્વની ઉજવણીમાં ભાવ વધારા વચ્ચે પણ લોકો ફાફડા જલેબી ખાવા તૈયાર હોય છે. જોકે આ ખરીદી પર વરસાદની અસર પડવાની વેપારીઓને ભીતિ સતાવી રહી છે. જેથી આ વખતે વરસાદને ધ્યાને રાખી વેપારીઓ તૈયારી કરી રહ્યા છે.