કામદારો કંપનીની દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક માટી ધસી પડવાથી ૮ થી ૯ કામદારો દટાયા હતા. જેમાં ૫ કામદારોના મોત થયા છે.
મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જાસલપુર ગામમાં આવેલી એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા ૫ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે હજુ પણ કેટલાક કામદારો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના સ્થળે ૫ જેટલી એમ્બ્યુલન્સ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરાઈ છે.
અચાનક માટી ધસી પડવાથી ૮ થી ૯ કામદારો દટાયા
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં ગોઝારી ઘટનાએ કારણે ચકચાર મચી જવા પામી છે. કામદારો કંપનીની દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક માટી ધસી પડવાથી ૮ થી ૯ કામદારો દટાયા હતા. જેમાં ૫ કામદારોના મોત થયા છે. જ્યારે કેટલાક દટાયેલા મજૂરોને જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, કડી પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યૂ કરવા માટે પહોંચી છે.
પોલીસે આ ઘટનામાં મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં કોની બેદરકારી છે તેની ચકાસણી કરવામાં આવશે અને પછી કાયદા મુજબ પગલાં લેવામાં આવશે.