દશેરા પર ભારતીય ટીમના ધૂમ-ધડાકા

બાંગ્લાદેશને ૧૩૩ રનથી હરાવી સીરિઝમાં ૩-૦ થી ક્લિન સ્વીપ કર્યું.

IND vs BAN Funny Memes After India Beat Bangladesh by 133 Runs in 3rd T20I  To Clinch 3–0 Series Sweep | 🏏 LatestLY

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે  (૧૨ ઓક્ટોબર) ટી-૨૦ સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઇ હતી. ભારતે આ મેચમાં બાંગ્લાદેશને ૧૩૩ રનથી હરાવી ભવ્ય જીત મેળવી છે. આ સાથે ભારતે આ સીરિઝમાં ૩-૦ થી ક્લિન સ્વીપ કર્યું છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે તાબડતોડ બેટિંગ કરી ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૨૯૭ રન ફટકાર્યા હતા. જેની સામે ૨૯૮ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બાંગ્લાદેશે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૬૪ રન ફટકાર્યા હતા. આ સાથે ભારતે પોતાના ઘરમાં સતત સાતમી સીરિઝમાં જીત મેળવી લીધી છે.

Suryakumar Yadav; India Vs Bangladesh 3rd T20 Hyderabad LIVE Score Update |  Hardik Pandya Nitish Reddy | હૈદરાબાદ T-20માં ભારતનો બાંગ્લાદેશ સામે  મહાવિજય: 3-0થી ક્લીન સ્વીપ, સેમસનની સદી,133 ... 

ભારતીય ટીમ તરફથી તાબડતોડ પ્રદર્શન કરતા સંજૂ સેમસને ૪૭ બોલમાં ૧૧૧ રન ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૫ બોલમાં ૭૫ રન બનાવ્યા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓએ બીજા વિકેટ માટે ૧૭૩ રનની વિશાળ પાર્ટનરશિપ કરી હતી. આ ઉપરાંત રિયાન પરાગે ૧૩ બોલમાં ૩૪ રન અને હાર્દિક પંડ્યાએ ૧૮ બોલમાં ૪૭ રન ફટકારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ પણ તેમની કમાલ બતાવી હતી. મયંક યાદવે ૨ વિકેટ અને રવી બિશ્નોઇએ ૩ વિકેટ ઝડપી ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

3rd T20 Cricket: Team India beat Bangladesh | 3-வது டி 20 கிரிக்கெட்:  வங்காளதேசத்தை வீழ்த்திய இந்திய அணி

ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા અનેક રેકોર્ડ તોડ્યા હતા. ભારતે ૨૯૭ રન બનાવી આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ ઉપરાંત  ટી-૨૦ માં ૮૨/૧ પર બેસ્ટ પાવરપ્લે સ્કોર, સૌથી ઓછા બોલમાં ૧૦૦ રનનો સ્કોર-૭.૧ ઓવર, સૌથી ઓછા બોલમાં ૨૦૦ રનનો સ્કોર-૧૪ ઓવર, પ્રથમ ૧૦ ઓવરમાં બેસ્ટ સ્કોર-૧૫૨/૧, એક ઇનિંગમાં સૌથી વધારે છગ્ગા-૨૨, એક ઇનિંગમાં સૌથી વધુ બાઉન્ડ્રી- ૪૭ સહિત ઘણાં રેકોર્ડ તોડ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *