NCP નેતા બાબા સિદ્દીકીના નિધનના સમાચાર મળતા જ સલમાન ખાન, સંજય દત્ત અને અન્ય બોલિવૂડ સ્ટાર્સ હોસ્પિટલ પહોંચી ગયા હતા. સાથે જ બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
૧૨ ઓક્ટોબરની રાત્રે NCP નેતા બાબા સિદ્દીકીને મુંબઈમાં ખુલ્લેઆમ ગોળીઑ મારવામાં આવી હતી, જે બાદ એમને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો હોસ્પિટલ જતાં જોવા મળ્યા હતા.
આ સેલેબ્સની યાદીમાં સલમાન ખાન, શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા, સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત અને ઝહીર ઈકબાલના નામ સામેલ છે. એવું કહેવાય રહ્યું છે કે આ સમાચાર સાંભળતાની સાથે જ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ‘બિગ બોસ 18’નું શૂટિંગ અધવચ્ચે જ અટકાવી દીધું અને તરત જ બાંદ્રાની લીલાવતી હોસ્પિટલ જવા રવાના થયા હતા.
બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.ઘણા વિડીયો સામે આવ્યા છે જેમાં સલમાન ખાન ટાઈટ સિક્યોરીટી વચ્ચે હોસ્પિટલ જતા જોવા મળ્યા હતા.