સવારે ખાલી પેટ માત્ર થોડા મીઠા લીમડાના પાન ચાવવાથી ડાયબિટીસથી લઇ સ્કિનની સમસ્યા થઇ શકે દૂર

મીઠા લીમડાના પાંદડા ઘણા હેલ્થ એક્સપર્ટ આપણને દરરોજ સવારે ખાલી પેટ ચાવવાની સલાહ આપે છે. અહીં જાણો મીઠા લીમડાના પાંદડા કઈ-કઈ બીમારીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.

મીઠા લીમડાના પાન શરીર માટે છે વરદાન, આ બીમારી જડમૂળમાંથી કરશે દૂર! - Sweet  neem leaves are a boon for the body, this disease will be removed from the  root!

 મીઠા લીમડા ના પાનને કોઈપણ આયુર્વેદિક ઔષધિથી ઓછું ન માનવું જોઈએ, તેમાં વિટામિન સી, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે. તમે જોયું જ હશે કે આ પાનનો ઉપયોગ દક્ષિણ ભારતની મોટાભાગની વાનગીઓમાં થાય છે. આ માત્ર સ્વાદની દૃષ્ટિએ જ નહીં પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. ઘણા હેલ્થ એક્સપર્ટ આપણને દરરોજ સવારે ખાલી પેટ ૪ થી ૫ મીઠા લીમડાના પાંદડા ચાવવાની સલાહ આપે છે. અહીં જાણો મીઠા લીમડાના પાંદડા કઈ-કઈ બીમારીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.

புதிய சொல் உருவாக்குதல் | Baamboozle - Baamboozle | The Most Fun Classroom  Games!

મીઠા લીમડાના સ્વાસ્થ્ય ફાયદા 

Seelans Curry Leaves approximately 15g

સ્થૂળતા ઘટાડે

જે લોકો તેમના વધતા વજનથી પરેશાન છે તેમના માટે મીઠો લીમડો ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે સવારે ઉઠ્યા પછી તેને ચાવશો તો ન માત્ર તમારા શરીરને ડિટોક્સ કરે પરંતુ તમારા મેટાબોલિઝમને પણ વેગ આપશે. જેના કારણે વજન ઘટવા લાગશે.

ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારે ખાલી પેટે મીઠા લીમડો ચાવવો જોઈએ. આ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. જો તમે ઈચ્છો તો મીઠા લીમડાને તડકામાં સૂકવી લો અને પછી તેને પીસીને પાવડર બનાવીને સ્ટોર કરો.

સ્કિનની સમસ્યાઓ દૂર કરે

મીઠા લીમડાના પાંદડાના સેવનથી ત્વચાની સમસ્યાઓમાં પણ રાહત મળે છે, તેને ચાવવાથી તો ફાયદો થશે જ, પરંતુ જો ત્વચા પર ફોલ્લીઓ કે પિમ્પલ્સ દેખાય તો આ પાંદડાને પીસીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. તેની અસર થોડા દિવસોમાં જોવા મળશે.

વાળ માટે ફાયદાકારક

જે લોકોના વાળ ખરતા હોય અથવા વાળની ​​અન્ય સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તેમણે મીઠો લીમડો ખાવો જોઈએ. તેનાથી વાળ મજબૂત થાય છે અને વાળ ખરતા અટકે છે. આ સિવાય જો તમે ઈચ્છો તો તેને પીસીને તમારા વાળમાં લગાવી શકો છો, આ હેર માસ્ક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

પેટના દુખાવાથી રાહત

જ્યારે જો તમે પેટના દુખાવાથી પરેશાન હોવ તો એક તપેલીમાં પાણી ઉકાળો અને તેમાં મીઠા લીમડાના પાન ઉમેરો. જ્યારે પાણી અડધું ઉકળે ત્યારે તેને ગાળીને ગરમ થાય ત્યારે પી લો. તેનાથી પેટની ઘણી સમસ્યાઓમાં રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *