પૌષ્ટિક પાલક મગ દાળ સૂપ રોગ પ્રતિકારક શક્તિ વધારશે

પાલક આયર્ન, કેલ્શિયમ, વિટામીન A, C અને K નો ઉત્તમ સ્ત્રોત છે. તે આંખના સ્વાસ્થ્ય, હાડકાની મજબૂતાઈ અને ચમકતી ત્વચામાં મદદ કરે છે. એમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે જે હિમોગ્લોબીન લેવલ વધારવામાં મદદ કરે છે.

પૌષ્ટિક પાલક મગ દાળ સૂપ રોગ પ્રતિકારક શક્તિ વધારશે, નોંધી લો સૂપ રેસીપી

ઠંડીનો ચમકારો સવારે થોડો થવા લાગ્યો છે, શિયાળા નું આગમન થાય એટલે ભૂખ વધારે લાગે છે. એવામાં જો તમે સવારે ખાવા માટે કંઈક હેલ્ધી, ટેસ્ટી અને પૌષ્ટિક ખાવાની ઈચ્છા રાખતા હોવ તો પાલક અને દાળનો સૂપ એક ઉત્તમ ઓપ્શન છે. આ સૂપ માત્ર શરીરને ગરમ જ નથી રાખતું, પરંતુ તેમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ સૂપ વજન ઘટાડવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે.

Spinach and Moong Dal Soup: स्वादिष्ट और पौष्टिक पालक मूंग दाल का सूप वजन  घटाने में करेगा आपकी मदद

પાલક મગ દાળ સૂપ ફાયદા 

પાલક : પાલક આયર્ન, કેલ્શિયમ, વિટામીન A, C અને K નો ઉત્તમ સ્ત્રોત છે. તે આંખના સ્વાસ્થ્ય, હાડકાની મજબૂતાઈ અને ચમકતી ત્વચામાં મદદ કરે છે. એમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે જે હિમોગ્લોબીન લેવલ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં એન્ટીઑકિસડન્ટો હોય છે, જે શરીરને મુક્ત રેડિકલથી બચાવવામાં મદદ કરે છે.

મગ દાળ: મગ દાળ પ્રોટીનનો અદ્ભુત સ્ત્રોત છે, જે સ્નાયુઓના સુધારમાં અને વૃદ્ધિમાં મદદ કરે છે. આ સિવાય તે પાચન માટે સારી માનવામાં આવે છે, કારણ કે તેમાં ફાઈબર હોય છે. એમાં આયર્ન હોઈ છે તેથી આયર્નના શોષણ માટે એમાં લીંબુ કે અન્ય કોઈ ખટાસ ઉમેરવાથી આયર્નનું શોષણ થાય છે અને શરીરને પોષણ મળે છે. મગની દાળ શરીરમાં આવશ્યક વિટામિન B૬ અને ફોલેટ પણ પૂરી પાડે છે.

ઇમ્યુનિટી બૂસ્ટર: સૂપમાં વપરાતી સામગ્રી જેમ કે લસણ અને આદુ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

વેઇટ લોસમાં મદદરૂપ : આ સૂપમાં ઓછી કેલરી હોય છે, પરંતુ તેનાથી પેટ ભરેલું લાગે છે. તેથી, જેઓ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે પણ તે એક સારો વિકલ્પ છે. અહીં જાણો પાલક મગ દાળ સૂપ રેસીપી

પાલક મગ દાળ સૂપ રેસીપી 

Spinach Soup Recipe

 

 

સામગ્રી:

  • ૧ કપ પલાળેલી મગની દાળ
  • ૨ કપ તાજી ધોઈને સમારેલી પાલક
  • ૧ ઝીણી સમારેલી ડુંગળી
  • ૨-૩ ઝીણી સમારેલી લસણની કળી
  • ૧/૨ ઇંચ છીણેલું આદુ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચી ઘી અથવા તેલ
  • ૪ કપ પાણી

પાલક મગ દાળ સૂપ બનાવની રીત

  • સૌ પ્રથમ કુકરમાં ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો, પછી લસણ, આદુ અને ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
  • હવે તેમાં હળદર અને મગની દાળ નાખો, પછી ૩-૪ મિનિટ માટે સાંતળો.
  • આ પછી તેમાં સમારેલી પાલક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • હવે 4 કપ પાણી ઉમેરો, મીઠું ઉમેરો, કૂકર બંધ કરો અને ૨ સીટી વગાડો.
  • કૂકરનું પ્રેશર છૂટી જાય પછી સૂપને હળવા હાથે મેશ કરો. જો તમે સૂપને પાતળો કરવા માંગતા હોવ તો તમે થોડું વધારે પાણી ઉમેરી શકો છો.
  • તેની ઉપર કાળા મરીનો પાવડર છાંટો અને ગરમા-ગરમ સર્વ કરો
  • આ સૂપ સ્વાસ્થ્ય અને સ્વાદનું ઉત્તમ સંયોજન છે, જે કોઈપણ ભોજન માટે આદર્શ વિકલ્પ બની શકે છે.

शरद पूर्णिमा तिथि - शरदोत्सव - कोजागर Sharad Purnima Tithi - Sharad Utsav  2020-2030

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *