આજનુ પંચાંગ
આસો વદ એકમ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ,રોગ,ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૭ મિ. (સુ) ૭ (ક.) ૨૪ મિ. (મું) ૭ ક. ૨૨ મિ.
જન્મરાશિ :- મેષ (અ,લ,ઈ) રાશિ આવે.
નક્ષત્ર : અશ્વિનિ ૧૩ ક. ૨૦ મિ. સુધી પછી ભરણી નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા મંગળ-મિથુન, બુધ-તુલા, ગુરૂ-વૃષભ શુક્ર-વૃશ્ચિક શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-મેષ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦/રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/દક્ષિણાયન શરદઋતુ/રાષ્ટ્રીય દિનાંક : આસો/૨૬/વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર:- આસો વદ એકમ
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૧૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૫ રોજ સોંહારમદ
આજ નું રાશિફળ
મિથુન, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ હશે Happy Happy, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્ત્વનો રહેશે. આજે તમારે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચવાનો રહેશે. આજે તમે સંતાનને કોઈ જવાબદારી આપશો તો તે તેને ચોક્કસપણે પૂર્ણ કરશે. જો તમારા પિતા આંખ સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા, તો તેનાથી ઘણી હદ સુધી રાહત મળશે. જો પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી નોકરીને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યો હતો, તો તે સમસ્યા પણ દૂર થઈ શકે છે. તમારા કોઈ કામ માટે આજે તમને પુરસ્કાર વગેરે આપવામાં આવી શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ગૂંચવણથી ભરપૂર રહેશે. આજે તમારે કોઈ પણ મહત્ત્વના કે મોટા નિર્ણય લેવાથી બચવું પડશે. આજે તમાર માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો તે ચૂકવવામાં પણ સફળ થશો. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આજે તમારે તમારી કોઈ પણ મહત્ત્વની માહિતી મેળવી શકો છો. તમારે તમારા કોઈપણ વિચારો બહારની વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળવું પડશે.