લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક ૩૨૩૨ બ ૧ દ્વારા લાયન્સ ક્વેસ્ટ અભિયાન ના ભાગ રૂપે ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એન.કે. પટેલ પ્રાથમિક શાળા અને શ્રીમતિ કે. જે પટેલ અંગ્રેજી માધ્યમ શાળા ધોળકા. માં ૫૦૨ વિદ્યાર્થીઓ માટે લાઇન્સ ક્વેસ્ટ બુક નું વિતરણ સમારોહ યોજવામાં આવ્યો.
લાયન્સ ક્લબ દ્વારા બાળકો માટે કૌશલ્ય શૈક્ષણિક સેતુ અભિયાન અંતર્ગત બંને શાળામાં લાયન ક્વેસ્ટ અવેરનેસ ટોક અને બુક વિતરણ કાર્યક્રમ યોજાયો . આ પ્રસંગે મુખ્ય મહેમાન કવેસ્ટ ઇન્ડિયા ના ટ્રસ્ટી પા. ડિ. ગવર્નર લાયન મિલન દલાલ દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું. ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબે બાળકોને માર્ગદર્શન આપ્યું. લાયન્સના સેક્રેટરી લક્ષ્મીકાંત ઘોડેસર હાજર રહ્યા હતા. તેમને બાળકોને બુક વિતરણ કરી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ધોળકા એજ્યુકેશન સોસાયટીના અન્ય સભ્યો શ્રી ઘનશ્યામભાઈ એમ ચાવડા, શ્રી ઉમેદભાઈ વી પટેલ, શ્રી ભરતભાઈ આર મોદી, શ્રી કરસનભાઈ એન પટેલ, શ્રી રીનાબેન ડી ત્રિવેદીએ પણ બાળકોને આશી વચન આપ્યા હતા.
રૂપાબેન મેમે બાળકોને જીવનમાં જરૂરી એવું જ્ઞાન આપી પ્રેરિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર લાયન્સ ક્વિસ્ટ ના ડિસ્ટિક ચેર પર્સન લાયન રૂપાબેન શાહ તથા પ્રમુખશ્રી કનકભાઈ નો ધોળકા એજ્યુકેશન સોસાયટી ખૂબ આભાર માને છે.