અમદાવાદ,સુરત, કોડીનાર, ભાવનગર, જૂનાગઢમાં મેગા સર્ચ ઓપરેશન:ભાજપ ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય અને પત્રકાર મહેશ લાંગાની પૂછપરછમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડનો પર્દાફાશ,
બોગસ બીલીંગ કૌભાંડમાં હવે ઇડીએ ઝમપલાવીને બે દિવસથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ ,કોડીનાર સહિત ગુજરાતના ૨૩ જેટલા શહેરોમાં આ કેસના સંદર્ભે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસમાં પત્રકાર મહેશ લાંગા અને ભાજપ ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં હવે કેન્દ્રીય એજન્સી એ પણ આ કેસમાં ફરીથી ફરિયાદ દાખલ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
અત્યાર સુધીમાં બહાર આવેલી વિગતો મુજબ આ શખ્સોએ સમગ્ર દેશમાં ૨૦૦ થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેકસ ક્રેડિટનું કૌભાંડ આચારવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ,ઈઓડબ્લ્યુ, એસોજી ની ટીમ દ્વારા દરોડા અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ની ફરિયાદના આધારે અમદાવાદ, જુનાગઢ,સુરત ભાવનગર સહિત રાજ્યભરમાં ૧૪ જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બોગસ પેઢીઓ બનાવવા માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબોને છેતરીને તેના ડોક્યુમેન્ટ્સના આધારે બોગસ પેઢીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.ગુડ્સ એન્ડ સર્વિસ ઇન્ટેલિજન્સ ના ડાયરેક્ટર હિમાંશુ જોષી એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામે બોગસ કંપની રજીસ્ટર કરાવી ચોક્કસ ટીમ દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ કૌભાંડીઓએ દેશમાં ૨૦૦ થી વધુ નકલી કંપનીઓની રજીસ્ટર કરાવીને હજારો કરોડના બોગસ બીલો પણ જનરેટ કરાવ્યા હતા.
સમગ્ર દેશમાં ગુજરાત જીએસટી કલેક્શનમાં સૌથી અગ્રેસર જે કેવી રીતે કૌભાંડમાં પણ ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે અત્યાર સુધીમાં જીએસટી બોગસ બીલીંગ કૌભાંડમાં ૫૦ હજાર કરોડનો આંકડો પાર થઈ ગયો છે.
જીએસટી કલેક્શનમાં આગળ તો ૫૦,૦૦૦ કરોડના બોગસ બીલિંગ સાથે દેશમાં અગ્રેસર
સમગ્ર દેશમાં ગુજરાત જીએસટી કલેક્શનમાં ટોચના સ્થાને રહ્યું હતું તો હવે બોગસ બીલિંગ કાંડમાં પણ સમગ્ર દેશમાં ગુજરાત ૫૦ હજાર કરોડ સાથે મોખરે રહ્યું છે. જુદા જુદા કેસમાં આ સંદર્ભે તપાસ ચાલી રહી છે. સૌથી વધારે બોગસ પેઢીઓ ભાવનગર અને સુરતના ભેજાબાજો દ્વારા શરૂ કરાઇ છે.