કેનેડાના ટોચના પોલીસ અધિકારીનો મોટો દાવો

ભારત કેનેડામાં ‘ક્રિમીનલ નેટવર્ક’ ચલાવી રહ્યું છે!

canada investigates alleged india crime links

તાજેતરમાં કેનેડાએ લોરેન્સ બિસ્નોઈ ગેંગ સાથે ભરતીય સિક્રેટ એજન્સીના અધિકારીનું નામ જોડીને અગાઉથી ચાલી રહેલા વિવાદને વેગ આપ્યો હતો. કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે ભારત સરકાર લોરેન્સ બિશ્નોઈ ગેંગની મદદથી કેનેડિયન નાગરીકો પર હુમળા કરાવી રહી છે, ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. એવામાં કેનેડિયન પોલીસે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

Tit for tat? Indian govt declares Canada-based gangster Lakhbir Singh Landa  as terrorist, latest news, india news, Lakhbir Singh Landa, india canada

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત સરકાર માટે કેનેડામાં કાર્યરત ‘ક્રિમીનલ નેટવર્ક’ થી હાલ લોકોને કોઈ ખતરો નથી. આરસીએમપીના આસિસ્ટન્ટ કમિશનર બ્રિગેટ ગૌવિને  સોમવારે આયોજિત આરસીએમપીની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારત સરકારના એજન્ટો પર કેનેડામાં હત્યા સહિત વ્યાપક હિંસા ભડકાવવાના આરોપ લગાવ્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *