શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા, સરખેજ.
તારીખ :- ૨૦-૧૦-૨૦૨૪ રવિવાર ચિન્મય મિશન સંસ્થા (જોધપુર) મુકામે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય પાંચના ૧ થી ૨૯ શ્લોકની શ્લોક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લગભગ ૪૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી આપણી શાળાની એક વિદ્યાર્થીની નું સિલેક્શન થયેલ છે. ધોરણ :- ૭ અ વઢવાણા કાવ્યા વિરેનભાઈ . ચિન્મય મિશન સંસ્થા તરફથી આ વિદ્યાર્થીનીએ સર્ટિફિકેટ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાની ચોપડી પ્રોત્સાહિત ઇનામ તરીકે મેળવેલ છે. જે આપણી શાળા માટે ગૌરવની બાબત છે. આ વિદ્યાર્થિનીને તૈયારી કરાવનાર શિક્ષિકા બહેનો શ્રી રાજશ્રીબેન ત્રિપાઠી તેમજ શ્રી સોનલબેન પટેલ આ બંને બહેનોનો શાળા પરિવાર તરફથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને પ્રથમ સત્રાંત પરીક્ષા હોવા છતાં પણ તે વિદ્યાર્થીનીએ બંને બાજુ ખૂબ મહેનત કરી અને વાલીએ પણ જે રીતનો સાથ આપ્યો છે તે માટે તેમના વાલીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.