રાજ્યના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)એ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. અડધું સત્ર પુરૂ થઇ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા દર વર્ષની સરખામણીએ વહેલી યોજાશે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા મોટેભાગે માર્ચ મહિનામાં યોજાતી હોય છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરીના અંતમાં બોર્ડની પરીક્ષા યોજાશે.
ત્યારે આજે બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ઓનલાઇન ફોર્મ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવામાં આવ્યું છે કે આજથી એટલે કે ૨૨ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી ૨૦૨૫ માં યોજાનારી બોર્ડ પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. જેના માટે બોર્ડની વેબસાઇટ gseb.org જઇને લોગીન કરી ભરવાના રહેશે.
આ પરીક્ષા ફોર્મ નિયત કરેલી રેગ્યુલર ફી સાથે ઓનલાઇન ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ થી ૩૦ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ધોરણ-૧૦ તથા ધો. ૧૨ ના તમામ પ્રકારના (નિયમિત, રિપીટર, પૃથ્થક, GSOS નિયમિત તથા GSOS રિપીટર) વિદ્યાર્થીઓ રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી ભરી શકશે. જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે.