પોલિસ કમિશનરે દિવાળીમાં ફરવા જતા પરિવારને વેકેશન પ્લાન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અંગે કરી અપીલ

દિવાળીમાં વેપારીઓ વધુ ચોરોના નિશાના ઉપર હોય છે

Ahmedabad News: અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક એક્શન મોડમાં, ત્રણ દિવસમાં  10 ગુનેગારોને પાસા

દિવાળી આવી રહી છે, ત્યારે ફરવાના શોખીન આમદાવાદીઓએ વેકેશનો પ્લાન બનાવી લીધો હશે. જોકે, આ તહેવારોની સિઝનમાં ચોરી અને લુંટની ઘટનામાં પણ વધારો થતો હોય છે. પરિવાર ફરવા ગયું હોય ત્યારે ખાલી પડેલા ઘરમાં ચોર ઘામા નાખે છે. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી દરમિયાન આવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે દિવાળીની રજાઓ દરમિયાન ફરવા જતા લોકો ઘરને કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે એ અંગે સલાહ આપી હતી.

પોલીસ સ્ટેશનમાં  વેકેશન પ્લાન વિશે જાણ કરવી 

17 GIFS That Will Make You Want To Travel

પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે, મિલકતની સુરક્ષા માટે સૌથી મહત્વની બાબત એ છે કે લોકો નજીકના પોલીસ સ્ટેશનને તેમના વેકેશન પ્લાન વિશે જાણ કરવી જોઈએ. આજકાલ લોકો સોશિયલ મીડિયા ટ્રીપના ફોટો શેર કરતા રહેતા હોય છે, ત્યારે વેકેશન ટ્રીપની તસવીરો પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે… ગુનેગારો આ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખાલી ઘરોને શોધી કાઢે અને તકનો ગેરલાભ ઉઠાવી શકે છે.

દિવાળીમાં વેપારીઓ વધુ ચોરોના નિશાના ઉપર હોય છે.

Cat burglar | Split Animated GIF into frames | GIFGIFs

જોકે પોલીસને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે. દિવાળી પહેલા લોકો ખરીદીમાં વ્યસ્ત હોય છે, જેના કારણે બજારમાં કરેન્સીની સર્ક્યુલેશન ઝડપી થાય છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વારંવાર બેંકોની મુલાકાત લેતા હોય છે, જેથી આ સ્થળોની નજીક છુપાયેલા લૂંટારુઓ તેમણે ટાર્ગેટ બનાવે છે. તો અન્ય એક પોલીસ અધિકારી એ જણાવ્યું કે CCTV ફૂટેજ પર નજર રાખતી ટીમને ખાલી પડેલા ઘરો અને પોશ વિસ્તારો પર નજર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

સિવિલ યુનિફોર્મમાં પોલીસ પેટ્રોલિંગ કરશે .

Rajkotમાં નવરાત્રિને લઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી | Sandesh

સ્પેશિયલ બ્રાન્ચના વોચ ગ્રુપના લગભગ ૯૦ સભ્યો સિવિલ યુનિફોર્મમાં અને ખાનગી વાહનોમાં શહેરના રસ્તાઓ પર પેટ્રોલિંગ કરશે. શો રૂમ્સમાં ચોરી કરનારાઓ સામે પોલીસે શોપિંગ મોલ્સને CCTV નેટવર્ક સંપૂર્ણપણે કાર્યરત છે, તેની ખાતરી કરવા માટે સલાહ આપી છે. પોલીસ અધિકારીએ ઓનલાઈન શોપિંગ દરમિયાન સાવધાની રાખવાની પણ સલાહ આપી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *