ભારત અને ન્યૂઝીલેન્ડ ૨ ટેસ્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે (૨૪ ઓક્ટોબર) ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ ગૌતમ ગંભીરે મોટો દાવ લગાવી ૧૩૨૯ દિવસ બાદ સુંદરને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. રોહિત અને ગંભીરના આ નિર્ણયની અનેક ક્રિકેટ દિગ્ગજોએ ટીકા કરી હતી. જો કે, વોશિંગ્ટન સુંદરે વાપસી કરતાં જ તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે ભારતીય ટીમમાં આવતાવેંત જ ન્યૂઝીલેન્ડની સાત વિકેટ ખેરવી રોહિત અને ગંભીરના નિર્ણયને યોગ્ય સાબિત કર્યું છે.

2nd Test: India Reach 16/1 At Stumps After Washington's 7-59 Bowls Out New  Zealand For 259 On Cricketnmore

વોશિંગ્ટન સુંદરે રોહિત અને ગંભીરની અપેક્ષાઓ પર ખરો ઉતરી પોતાની કમબેક મેચમાં તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડના બેટિંગ ફોર્મેટની કમર ભાંગી નાખી છે. પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની સાત વિકેટ ઝડપી સુંદર ભારતના સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો છે. આ સાથે તેણે તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. નોંધનીય છે કે, સુંદરે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં પાંચથી વધુ વિકેટ ઝડપી હોય એવો આ પહેલો પ્રસંગ છે.  

India vs New Zealand Live Score, 2nd Test Day 1: NZ counter after Sundar  strikes | Crickit

વોશિંગ્ટન સુંદરે આ મુકાબલામાં સૌપ્રથમ ન્યૂઝીલેન્ડના સ્ટાર યુવા ખેલાડી રચિન રવિન્દ્રની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ તેણે ટોમ બ્લંડલ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, એઝાઝ પટેલ અને મિચેલ સેન્ટનર જેવા સ્ટાર ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા છે. ખાસ વાત એ છે કે સુંદરે તેની સાત વિકેટમાંથી પાંચ ક્લિન બોલ્ડ કરીને ઝડપી હતી. 

IND vs NZ: Washington Sundar repays selectors faith with triple strikes -  India Today

મેચની શરૂઆત પહેલા વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ૧૧ માં સ્થાન આપવા અંગે અનેક સવાલો ઉઠ્યા હતા. હકિકતમાં, વોશિંગ્ટન સુંદરે આ મેચમાં કુલદીપ યાદવની જગ્યા લીધી હતી. આવી સ્થિતિમાં ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે પણ આ નિર્ણયને ખોટું ગણાવ્યું હતું. પરંતુ વોશિંગ્ટન સુંદરે તેના પ્રદર્શનથી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેના કારણે જ ન્યૂઝીલેન્ડ પહેલી ઇનિંગમાં ૨૫૯ રન પર ઓલઆઉટ થઇ હતી. આ મેચમાં સુંદર ઉપરાંત અશ્વિને પણ ત્રણ વિકેટ ઝડપી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *