કેનેડાને કઈ વાતનું ડર પેઠું?

ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા સતત જુઠ્ઠું બોલી રહ્યું છે. પહેલા કોઈ પુરાવા આપ્યા વિના, તેણે ભારત પર નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ જ્યારે ભારતીય તપાસ એજન્સી NIAએ તાજેતરમાં કેનેડા પાસેથી નિજ્જરની મોતના સર્ટિફિકેટની માંગ કરી, ત્યારે તેણે પણ તે આપવાનો ઈનકાર કરી દીધો.

કેનેડાને કઈ વાતનું ડર પેઠું? ભારતે નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ માગ્યું તો જુઓ કેવો જવાબ આપ્યો 1 - image

હરદીપ સિંહ નિજ્જર ભારતીય મૂળના કેનેડિયન નાગરિક હતો. જૂનમાં તેની હત્યા કરવામાં આવી હતી. ભારતમાં NIA દ્વારા તપાસ કરવામાં આવી રહેલા નવ કેસોમાં નિજ્જર પર આરોપ મૂકવામાં આવ્યો હતો. NIAએ કેનેડા પાસેથી નિજ્જરનું ડેથ સર્ટિફિકેટની માંગણી કરી હતી. જેથી કરીને તેની સામે ભારતીય અદાલતોમાં પેન્ડિંગ કેસમાં કોર્ટને આ અંગે જાણ કરી શકાય.

Hardeep Singh Nijjar - Wikipedia

કેનેડાના અધિકારીઓએ ભારત દ્વારા કરવામાં આવેલી માંગ પર કેટલાક પ્રશ્નો ઊઠાવ્યા હતા. કેનેડાએ પૂછ્યું કે, શા માટે ભારતને તેના નાગરિકનું ડેથ સર્ટિફિકેટ માંગવાનો અધિકાર હોવો જોઈએ? ત્યારબાદ તેઓએ નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો હતો.

Canada | Canada hints at sanctions as diplomatic row with India deepens  over Nijjar killing - Telegraph India

નિજ્જરની હત્યાએ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદને વેગ આપ્યો હતો. કેનેડાએ ભારતીય એજન્સીઓની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. ભારતે તરત જ આનો અસ્વીકાર કર્યો અને કેનેડા પાસે પુરાવાની માંગ કરી. વિવાદ તાજેતરમાં ત્યારે વધી ગયો જ્યારે કેનેડાએ વરિષ્ઠ ભારતીય રાજદ્વારીઓ પર નિજ્જર હત્યાની તપાસમાં રસ લેવાનો આરોપ લગાવ્યો. ભારતે તે રાજદ્વારીઓને પાછા બોલાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *