શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા માં રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ માં વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રથમ સત્રાંતના છેલ્લા દિવસે દિવાળી પર્વ નિમિત્તે ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓની રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં દરેક વર્ગના પાંચ – પાંચ વિદ્યાર્થીઓએ ભેગા મળીને પોતાના વર્ગની રંગોળી કરી હતી. બાળકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી રંગોળી દોરીને અંદર મનપસંદ રંગ પૂર્યા હતા. જેવા રંગ રંગોળીમાં પુરિયા હતા અને રંગોળીને ખૂબ જ સુંદર બનાવી હતી તેવા જ રંગ તેમના જીવનની અંદર સરસ્વતીમાં પૂરે અને આ વિદ્યાર્થીઓનું જીવન ખૂબ જ ઉજ્વળ બનાવે તેવી શાળા પરિવાર વતી પ્રાર્થના સાથે દિવાળી પર્વની ખુબ ખુબ શુભેચ્છા