Corona થી મર્દાનગી પર અસર, પુરૂષોમાં ત્રણ ગણો વધ્યો ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો ખતરો…

કોરોના (Coronavirus) સંક્રમણના કારણે પુરૂષોની મરદાનગી (Masculinity) પર અસર પડી રહી છે. એક નવા સંશોધન મુજબ, કોરોના પુરુષોની ફળદ્રુપતા (Fertility of men) ઘટાડી રહ્યો છે. કોરોનાને લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શનના (erectile dysfunction) કેસો ઝડપથી વધી રહ્યા છે.

100 પુરૂષોની તપાસ
ડેઇલીમેલના સમાચાર મુજબ, રોમ યુનિવર્સિટીના ડોકટરોએ 100 પુરુષોની તપાસ કરી હતી. જેઓ કોરોનાથી (Coronavirus) સંક્રમિત થયા હતા. તેમની સરેરાશ ઉંમર 33 વર્ષ હતી, પરંતુ પરિણામો ચોંકાવનારા હતા. આ ડોકટરોએ શોધી કાઢ્યું કે કોરોનાથી સંક્રમિત 28 ટકા પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનના (erectile dysfunction) કેસો છે, જે સૂચવે છે કે તેઓ નપુંસકતા (Impotence) અથવા આંશિક નપુંસકતા તરફ આગળ વધી રહ્યા હતા, જેમાં તેઓ શારીરિક સંબંધ (Physical relationship) પણ બનાવી શકતા ન હતા. તે જ સમયે, સામાન્ય લોકોમાં આ સમસ્યા માત્ર 9 ટકા લોકોમાં જોવા મળી હતી.

મહિલાઓથી વધારે પુરૂષો પર અસર
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, સ્ત્રીઓ કરતાં 1.7 ગણા વધુ પુરુષોનું કોરોનાથી મોત થયું. એટલું જ નહીં, કોરોના વાયરસ સીધા શ્વેત રક્તકણોને અસર કરી રહ્યો છે, જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ રહી છે અને લોહી પણ ઘટ્ટ થઈ રહ્યું છે. સંશોધન મુજબ લોહી ઘટ્ટ થવાને કારણે પુરુષોના જનનાંગોને લગતી સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે. કોરોના એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનને અસર કરી રહી છે, જે અન્ય સમસ્યાઓનું કારણ બની રહી છે. ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો થવાને કારણે શ્વસન સંબંધી સમસ્યાઓ પણ થઈ રહી છે.

સેક્સ હોર્મોન્સથી મદદ તો મળે છે, પરંતુ ખતરો પણ વધ્યો
નવા સંશોધનમાં પણ કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં કોરનાનો સમનો કરવામાં સેક્સ્યુઅલ હોર્મોન્સને મદદગાર માનવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે, કોરોના સંક્રમણ બાદ લોકોના સેક્સ હોર્મોન્સના સ્તરમાં ઘટાડો આવ્યો છે. જે એક મોટો ખતરો છે. તેના કારણે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સાથે સંપૂર્ણ નપુંસકતાનો પણ શીકાર થવાનો ખતરો વધી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *