દિવાળીએ ભાજપને જોરદાર ઝટકો

૩ વખતના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા

દિવાળીએ ભાજપને જોરદાર ઝટકો, 3 વખતના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા AAPમાં જોડાયા 1 - image

દિલ્હીના છતરપુરથી ત્રણ વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા બ્રહ્મસિંહ તંવર આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિવાળીના અવસર પર તેમણે ભાજપ સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. બ્રહ્મસિંહ તંવર ૧૯૯૩, ૧૯૯૮ માં મહેરૌલી અને ૧૦૧૩ માં છતરપુરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. બ્રહ્મસિંહ તંવર ગુર્જર નેતા તરીકે ઓળખાય છે.

India City News, Indian Cities | Cities News - Times of India

છતરપુરથી આમ આદમી પાર્ટી ધારાસભ્ય કરતાર સિંહ તંવર આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી બ્રહ્મસિંહ તંવરને છતરપુર વિધાનસભાથી ટિકિટ આપી શકે છે.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બ્રહ્મ સિંહ તંવરે જણાવ્યું હતુંકે, ‘આજે મેં ભાજપ સાથે સંબંધ તોડીને આમ આદમી પાર્ટી સાથે કામ કરવાનું મન બનાવી લીધું છે. અરવિંદ કેજરીવાલનો ઉત્સાહ અને વિકાસ જોઈને હું તેમની સાથે જોડાયો છું. અરવિંદ કેજરીવાલ જી તમારો આભાર.’

Brahm Singh Tanwar | ElectWise

બ્રહ્મસિંહ તંવરના પક્ષમાં જોડાવા અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘આજે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. બ્રહ્મસિંહજી એક મોટો ચહેરો છે. તેઓ ૫૦ વર્ષથી જનતાની સેવા કરી રહ્યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપ છોડીને જોડાયા છે. આમ આદમી પાર્ટીનું કામ જોઈને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી માત્ર ૧૨ વર્ષની છે, પરંતુ દિલ્હી બાદ પંજાબમાં પણ સરકાર બનાવી છે. આ પાર્ટીમાં મોટા મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે. તેનું કારણ આમ આદમી પાર્ટીની સરકારનું કામ છે.’

Pin page

દિવાળીના આ તહેવારે વિશ્વ સમાચાર તરફ થી આપને સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદ્ભાવનાની જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી આનંદમાં રહે એવી શુભેચ્છા.
🎇 શુભ દિપાવલી 🎇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *