તહેવારો દરમિયાન વજન વધવા લાગ્યું છે?

દિવાળી દરમિયાન મીઠાઈઓ અને અન્ય બહારની ચીજ વસ્તુઓ ખાવાથી વજન ધીમે ધીમે વધવા લાગે છે ત્યારે લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો સાથે તમે તમારું વજન ફરી ટ્રેક પર લાવી શકો છો અહીં જાણો ટિપ્સ

Diwali 2024 | તહેવારો દરમિયાન વજન વધવા લાગ્યું છે? આટલા ફેરફાર થી વજન આવશે ટ્રેક પર

દિવાળી નો પર્વ ભારતભરમાં ધામધૂમથી ઉજવામાં આવ્યો છે. આ તહેવાર એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને અવનવી મીઠાઈઓ અને ફરસાણ સાથે મનાવામાં આવે છે. એવામાં ઘણા લોકોનું ડાયટમાં ધ્યાન ન રહેતા ધીમે ધીમે વજન વધવા લાગે છે. જો તમે પણ તહેવારો દરમિયાન વધારે મીઠાઈ ખાઈ લીધી હોઈ અને થોડું વજન વધી ગયું હોઈ અહીં વેઇટ લોસ ટિપ્સ આપી છે જે તમારા માટે અસરકારક સાબિત થઇ શકે છે.

જીમમાં ગયા વિના જ ઉતરી જશે વજન, ઘરે કરો ફક્ત 3 કસરત | Sandesh

દિવાળી પછી વજન ઘટાડવાની ટિપ્સ સંતુલિત આહાર લો

વજન વધવાના કારણો અને તેના ઉપાયો | Ravi Purti 02 January 2021 Mukund Mehta Fitness - Gujarat Samachar

ઓછી કેલરી વાળો ખોરાક લો : તમારા રોજિંદા ખોરાકમાં કેલરીની માત્રા ઓછી કરો, તાજા ફળો, શાકભાજી અને આખા અનાજ ખાઓ.

Can rapid weight loss cause health problems? | શરીર પૂછે સવાલ: ઝડપથી વધારે વજન ઘટાડવાથી તબિયત બગડી શકે? | Divya Bhaskar

પ્રોટીનનું સેવન કરો : પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે કઠોળ, ચણા, ઈંડા અને દહીંનો સમાવેશ કરો, તે તમને લાંબા સમય સુધી ભરપૂર રાખશે.

પાણી પીવો

પૂરતું પાણી પીવોઃ દિવસમાં ઓછામાં ઓછું ૨-૩ લિટર પાણી પીવો, પાણી માત્ર ચયાપચયની ક્રિયામાં વધારો કરતું નથી, પરંતુ તે તમારી ભૂખને પણ નિયંત્રિત કરે છે.

જમતા પહેલા પાણી પીવો : જમતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે, જેનાથી તમે ઓછું ખાવ છો.

કસરત અને શારીરિક પ્રવૃત્તિઓ કરો

કાર્ડિયો એક્સરસાઇઝઃ દિવસમાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ સુધી કાર્ડિયો એક્સરસાઇઝ કરો જેમ કે દોડવું, સાઇકલ ચલાવવું અથવા સ્વિમિંગ, આ કેલરી બર્ન કરવામાં મદદ કરશે.

વેઈટ ટ્રેનિંગ: વેઈટ ટ્રેઈનિંગ સ્નાયુઓને મજબૂત બનાવશે અને મેટાબોલિઝમને વેગ આપશે, જે વજન ઘટાડવામાં મદદ કરશે.

ડાયટમાં ધ્યાન આપો

હેલ્ધી સ્નેક્સ: જંક ફૂડને બદલે બદામ, ફળો અથવા સલાડ જેવા હેલ્ધી સ્નેક્સ પસંદ કરો, આ તમને એનર્જી આપશે અને ઓછી કેલરી સાથે વધુ પોષણ આપશે.

ઓછી માત્રામાં ખાઓ : દિવસમાં 5-6 થોડું થોડું ભોજન લો, આ તમારા ચયાપચયને વેગ આપશે અને ભૂખ કંટ્રોલ કરશે.

પૂરતી ઊંઘ લો

પૂરતી ઊંઘ લોઃ રોજ ૭-૮ કલાકની ઊંઘ લો, ઊંઘની કમીથી વજન વધી શકે છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટઃ યોગ, મેડિટેશન અને પ્રાણાયામ જેવી સ્ટ્રેસ મેનેજમેન્ટની પદ્ધતિઓ અનુસરો, તણાવથી વજન વધી શકે છે, તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે.

લાંબાગાળાની પ્લાન બનાવો

એક લક્ષ્ય નક્કી કરો: માત્ર થોડા દિવસ માટે નહીં પરંતુ શક્ય હોય તેટલું હેલ્ધી ખાવાનો રાખો એટલે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવો.

પ્રગતિને ટ્રૅક કરો: તમારા વજન અને ખાવાની આદતોને ટ્રૅક કરો, આ તમને પ્રેરિત રાખશે અને તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવામાં મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *