LPG ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી સતત પરેશાન જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ લિમિટેડે જણાવ્યું કે ઘરેલૂ એલપીસી સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવી કિંમત 1 એપ્રિલ 2021થી લાગૂ થશે.
આ સમયે LPG સિલિન્ડરની વાત કરીએ તો દરેક રાજ્યોમાં અલગ-અલગ હોય છે. દિલ્હીમાં 819 રૂપિયા, અમદાવાદમાં 840 રૂપિયા, કોલકત્તામાં 845, મુંબઈમાં 819 રૂપિયા, બેંગલુરૂમાં 822, ભુવનેશ્વરમાં 845.5, ચંડીગઢમાં 828.50 રૂપિયા છે.