શરીર પર કોણી અને ઘૂંટણી પર સૌથી વધુ મેલ જમા થવાથી ત્વચા કાળી થઇ જાય છે. અહીં એક સરળ બ્યૂટી ટીપ્સ આપી છે જે ૨ મિનિટમાં કોળી ઘૂંટણીની કાળાશ દૂર કરવામાં મદદ કરશે.
શરીર સ્વસ્થ્ય અને સુંદર રાખવા લોકો ઘણા પ્રયત્નો કરે છે. શરીર પર હાથની કોણી, ગરદન, પગની ઘૂંટી અને ઘૂંટણ પર સૌથી વધુ મેલ જમા થાય છે. જો મેલ સમયસર સાફ કરવામાં ન આવે તો તે સતત જમા થાય છે અને શરીર ખરાબ દેખાવા લાગે છે. તમારો ચહેરો ગમે તેટલો ગોળો અને ગ્લોસી હોય પણ જો હાથની કોણી, ઘૂંટણી કાળી હોય તો ચાંદમાં ડાખ જેવું લાગે છે.
અહી હાથની કોણી, ગરદન, પગની ઘૂંટી અને ઘૂંટણી સાફ કરવા માટે સરળ ટીપ્સ આપવામાં આવી છે. આ ઘરેલુ ઉપચાર 2 મિનિટમાં અસર દેખાશે. હકીકતમાં આ ઉપાય એક એક્ટિવેટરની જેમ કામ કરે છે જે ત્વચાને સાફ કરવામાં ખૂબ જ કારગર છે. તે મૃત કોષોને સાફ કરવામાં અને મેલ દૂર કરવામાં મદદરૂપ છે. તેથી આ ટીપ્સને અનુસરો અને તમારી કાળી કોણી અને ઘૂંટણને સાફ કરો.
કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવાના ઘરેલુ ઉપાય
- સૌથી પહેલા બેકિંગ સોડા માં એલોવેરા જેલ મિક્સ કરો.
- હવે તેમાં બટાકાનો રસ અને ટૂથપેસ્ટ ઉમેરો.
- આ બધી સામગ્રી બરાબર મિક્સ કરી તેને કોણી અને ઘૂંટણ પર લગાવો.
- હવે એક ભીનું કપડું લઇ કે સ્ક્રબર વડે કોણી અને ઘૂંટણને હળવા હાથે ઘસો.
- છેલ્લે ભીના કાપડ વડે કોણી અને ઘૂંટણને સાફ કરી લો.
- તમને કોણી અને ઘૂંટણ પહેલા કરતા વધુ સાફ અને ચોખ્ખા દેખાશે.
તમારે અઠવાડિયામાં બે દિવસ નિયમિત આ ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. આ ઉપાય મૃત કોષોને સંપૂર્ણપણે દૂર કરે છે અને ત્વચાને અંદરથી સાફ કરે છે. આ ઉપરાંત તે સ્કીન માટે એક્ટિવેટરની જેમ કામ કરે છે અને ત્વચાને સંપૂર્ણ રીતે ચમકાવે છે. કોણી અને ઘૂંટણની સફાઈ કરવામાં સૌથી અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે.
ઉપરાંત તમે કેળાની છાલ પર મધ લગાવીને તમારી કોણી પર ઘસી શકો છો. તેને ૨૦ મિનિટ સુધી રહેવા દો અને પછી તેને ભીના કપડાથી સાફ કરો.