પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં રોડ શો કરશે અને બે ચૂંટણી રેલીઓને સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીપણ અઠવાડિયામાં બીજી વાર ઝારખંડની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી આજે બપોરે ૦૧:૦૦ વાગ્યે બોકારોમાં રેલીને સંબોધિત કરશે અને ચંદનકિયારીથી ભાજપના ઉમેદવાર અમર કુમાર બૌરી માટે પ્રચાર કરશે. તે પછી, તેઓ બપોરે ૦૩:૧૫ વાગ્યે ગુમલામાં બીજી રેલીને સંબોધશે અને ગુમલાથી ભાજપના ઉમેદવાર સુદર્શન ભગત માટે મત માંગશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાંચીમાં રોડ શો કરશે.
રોડ શો ઓટીસી ગ્રાઉન્ડથી સાંજે ૦૫:૧૫ કલાકે શરૂ થશે અને ન્યુ માર્કેટ ચોક ખાતે સમાપ્ત થશે. આ રોડ શો લગભગ ૩ કિલોમીટરનો હશે. આ રોડ શોમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે. તે પાંચ વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ૧૨:૦૦ વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પહોંચશે. તેઓ એરપોર્ટથી સીધા બોકારો પહોંચશે. પ્રધાનમંત્રી સાંજે ૦૭:૦૦ વાગ્યે રાંચીથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભા માટે ૧૩ નવેમ્બર અને ૨૦ નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી ૨૩ નવેમ્બરે થશે.