પૂર્વ ક્યુબામાં ૬.૮ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

પૂર્વ ક્યુબામાં ૬.૮ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના લીધે ટાપુના બીજા સૌથી મોટા શહેર સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના વિસ્તારોની ઇમારતો હચમચી ગઈ હતી. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. 

6.8 ની તીવ્રતાના ભૂકંપે હચમચાવી નાખ્યો આ દેશ, અનેક ઈમારતોને નુકસાન, લોકો ફફડી ગયા 1 - image

ભૂકંપ અંગે જ્યારે સ્થાનિકો વિશે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે આ ભૂકંપ અમારા જીવનકાળમાં અનુભવેલા કોઈપણ કરતાં ભૂકંપ કરતાં વધુ શક્તિશાળી હતો. જેના કારણે મકાનો અને ઈમારતો ધ્રૂજી ઉઠી હતી અને ઘરના વાસણો પણ પડી ગયા હતા. 

Pimoh Daimaoh's Personal Weather and Earthquake Monitoring in Caloocan City  Philippines - Space Weather

અમેરિકની સુનામી અંગે એલર્ટ આપતી એજન્સીએ જણાવ્યું હતું કે આ ભૂકંપના પરિણામે સુનામીનો કોઈ ખતરો નથી. ક્યુબામાં કુદરતી આફતોની શ્રેણીમાં આ ધરતીકંપ નવીનતમ છે. ક્યુબાના દક્ષિણપૂર્વ કિનારે ગ્રાન્મા પ્રાંતમાં બાર્ટોલોમે માસોની મ્યુનિસિપાલિટી નજીક ભૂકંપ આવ્યો હતો, જ્યાં ક્યુબન ક્રાંતિ દરમિયાન ભૂતપૂર્વ ક્યુબન નેતા ફિદેલ કાસ્ત્રોનું મુખ્ય મથક હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *