આજથી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ

Kutch Rann Utsav 2024: 11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ, જાણો ટેન્ટના  ભાવ અને ફરવા લાયક સ્થળોની માહિતી - મુંબઈ સમાચાર

કચ્છનાં સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છનું સૌંદર્ય માણવા આવે છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત આજે તા. ૧૧ નવેમ્બરથી થશેઆ રણોત્સવ ૧૫ માર્ચ સુધી ચાલશે.

Accomodation - Official Kutch Rann Utsav 2024-25

રણોત્સવમાં ટેન્ટ સિટીમાં લોકો કચ્છના સફેદ રણના સૌંદર્યની સાથે પરંપરાગત ભોજન અને લોક સંસ્કૃતિનો પણ આનંદ માણે છે. આ ટેન્ટ સિટીમાં રહેવાનો અનુભવ પ્રવાસીઓ માટે ફાઇવ સ્ટાર હોટેલ કરતાં પણ વધારે હોય છે.

આ છે કચ્છના રણોત્સવના આકર્ષણો, જાણો અને જોવા પહોંચી જાવ | kutch rann utsav:  These are the Ranotsav attractions of Kutch, know and visit - Gujarati  Oneindia

નોન-એસી સ્વિસ કોટેજમાં વ્યક્તિ દીઠ એક રાતનું ભાડું ૫,૫૦૦ રૂપિયા છે.ડિલક્સ એસી સ્વિસ કોટેજમાં વ્યક્તિ દીઠ એક રાત્રિના રોકાણનું ભાડું ૭,૫૦૦ રૂપિયા છે. પ્રીમિયમ ટેન્ટનું ભાડું ૮,૫૦૦ રૂપિયા છે. સુપર પ્રીમિયમ ટેન્ટનું ભાડું ૯,૫૦૦ રૂપિયા છે.

Kutch Holidays Archives - Rann Utsav

કચ્છના રણોત્સવમાં ટેન્ટ સિટીમાં રહેવા માટે https://www.rannutsav.com/ વેબસાઇટ પર જઈને તમે તમારા માટે ટેન્ટ બુક કરાવી શકો છો. આ સિવાય રણોત્સવને લઈને વિવિધ માહિતી પણ આ વેબસાઇટ પરથી મેળવી શકાય છે.

Kutch Rann Utsav Gujarat 2018-19 | Popular Festivals in Gujarat

રણોત્સવની સાથે પ્રવાસીઓ કચ્છમાં માતાનો મઢ, વિજય વિલાસ પેલેસ, લખપતનો કિલ્લો, હમીરસર તળાવ, કોટેશ્વર મહાદેવ મંદિર, નારાયણ સરોવર, કચ્છ મ્યુઝિયમ, આઈના મહેલ, ભુજીયો ડુંગર, કાળો ડુંગર તેમજ માંડવીના દરિયા કિનારાની મુલાકાત પણ લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *