સ્પેનથી થશે શરૂઆત
મેનેજિંગ ડીરેક્ટર જયેન મહેતાએ કરી જાહેરાત : ધીરે ધીરે યુરોપના બધા દેશો આવરી લેવાશે
અમેરિકામાં અમૂલ બ્રાંડ લોન્ચ કર્યા પછી હવે યુરોપમાં પણ અમૂલનું દૂધ મળવા લાગશે અને તેની શરૂઆત ચાલુ માસના અંત સુધીમાં સ્પેનથી થશે તેવી જાહેરાત ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનાં એમ.ડી. જયેન મહેતાએ કરી છે. તેમણે કહ્યું હતું કે, અમે ચાલુ માસના અંતમાં યુરોપમાં દૂધ અને અન્ય ફ્રેશ પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહ્યા છીએ.
સૌ પહેલા સ્પેનમાં અમૂલની પ્રોડક્ટ્સ વેંચવાનું શરુ થશે અને પછી તબક્કાવાર બીજા દેશોમાં વિસ્તાર કરવામાં આવશે.
અમૂલે માર્ચ માસમાં અમેરિકામાં ચાર પ્રકારની બ્રાન્ડના દૂધના વેચાણની શરૂઆત કરી હતી. આ દુધનો લાભ ભારતીયો અને એશિયન લોકો લઇ રહ્યા છે.