અમદાવાદ બોપલમાં બિલ્ડિંગની વિકરાળ આગમાં ૧ મહિલાનું મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. ૨૨ માળની બિલ્ડિંગ ઈસ્કોન પ્લેટિનમના M વિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગના ૧૦ માં માળે લાગેલી આગ ૨૧ માં માળ સુધી પ્રસરી હતી. આગ લાગતા જ ફાયર વિભાગની ૧૨ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ૫૦ જેટલા ફાયર જવાનો ઘટના સ્થળે આગ બુજાવવા અને બચાવની કામગીરીમાં લાગ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આમ, કુલ ૧૦૦ થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. શોર્ટ સર્ટિક અથવા ફટાકડાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે. આગની આ ઘટનામાં એક મહિલાના મોતની પુષ્ટી થઇ છે. જેનું નામ મીનાબેન શાહ હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Shot circuit fire on 22nd floor in ISKCON Platinum, 12 fire tenders at the  scene | બોપલના ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ: 8મા માળે લાગેલી આગ 22મા માળ સુધી  પ્રસરી, મોડી રાત્રે આગ પર

આગ લાગતા એપાર્ટમેન્ટના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ફસાયેલા તમામ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે ત્રણ લોકોને ગૂંગળામણ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. એક મહિલા ગંભીર રીતે દાઝયા છે. ઘટનાને લઈને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *