શિયાળામાં તલના સેવનથી ઘણા ફાયદા થાય છે. ભારતીય આહારમાં તલ એક મહત્વપૂર્ણ ખોરાક છે. તલના લાડુ, તલ સાંકળી, ચિક્કી, રેવડી બનાવવામાં આવે છે. તે પણ તમે ખાઇ શકો છો.
શિયાળો હવે ધીરે-ધીરે જામી રહ્યો છે. ઠંડીની સિઝનમાં બજારમાં મોટા પ્રમાણમાં તલ જોવા મળે છે. શિયાળામાં તલના સેવનથી ઘણા ફાયદા થાય છે. ભારતીય આહારમાં તલ એક મહત્વપૂર્ણ ખોરાક છે. તલના લાડુ, તલ સાંકળી, ચિક્કી, રેવડી બનાવવામાં આવે છે. તે પણ તમે ખાઇ શકો છો. સફેદ તલની તાસીર ગરમ હોય છે. તેથી જ તેને ઠંડી ઋતુમાં વધુ ખાવામાં આવે છે.
તલ એક તેલીબિયાં વર્ગની વનસ્પતિ છે. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે તે સપુષ્પી વનસ્પતિના સિસેમમ ગોત્રમાં આવે છે. ભારતમાં અને આફ્રિકામાં તેની અસંખ્ય જંગલી જાતો મળી આવે છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં તે સારી રીતે કેળવાય છે. ભારતીયો દ્વારા તલનું સેવન ઘણા સ્વરૂપોમાં થાય છે. આવો જાણીએ તલના ફાયદા.
તલનું સેવન કરવાથી શરીરને થતા ફાયદા
એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર : તલના એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, મુખ્યત્વે તલ જે આપણને ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે.
હૃદયરોગનું જોખમ ઓછું કરે : તલમાં અસંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
હાડકાના સ્વાસ્થ્ય સુધારે : તલમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસને કારણે હાડકાના સ્વાસ્થ્યમાં પણ ફાળો આપે છે. હાડકા મજબૂત બને છે.
ફેફસાને ડીટોક્ષ કરે : તલ આપણા ફેફસાને બરાબર રીતે ડીટોક્ષ કરી શકે છે. તલને ગોળ સાથે મિક્સ કરીને ખાવાથી ફેફસાને થતું નુકસાન અટકે છે.
પાચન માટે ફાયદાકારક : કાળા તલમાં ઉચ્ચ ફાઈબર હોય છે, જેને કારણે એ કબજિયાતમાં રાહત આપે છે. પાચન માટે ફાયદાકારક છે. તલમાંથી મળતું તેલ આંતરડાંને લુબ્રિકેટ કરે છે અને ફાઇબર આંતરડાંની ગતિમાં મદદ કરે છે.
૧૦૦ ગ્રામ તલમાં હોય આટલા પોષકતત્વો
- કેલરી: આશરે ૫૭૩ kcal
- પ્રોટીન: લગભગ ૧૮ ગ્રામ
- ચરબી: લગભગ ૫૦ ગ્રામ
- કાર્બોહાઇડ્રેટ્સ: લગભગ ૨૩ ગ્રામ
- ફાઇબર: લગભગ ૧૨ ગ્રામ
- કેલ્શિયમ: આશરે ૮૭૫ મિલિગ્રામ
- મેગ્નેશિયમ: લગભગ ૩૫૦ મિલિગ્રામ
- ફોસ્ફરસ: આશરે ૬૩૮ મિલિગ્રામ