રૂમ હીટર શિયાળાની ઠંડીથી બચાવે છે પણ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. રૂમ હીટરથી આંખ, શ્વાસ અને ચામડીની સમસ્યા થઇ શકે છે. નુકસાનથી બચવા માટે રૂમ હીટર ચલાવતી વખતે આટલી વાતનું ધ્યાન રાખો.
શિયાળામાં ઠંડી બચવા માટે ઘણા લોકો રૂમ હીટરનો ઉફયોગ કરે છે. કડકડતી ઠંડીમાં ઘરના રૂમને ગરમ રાખવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરવામાં આવે છે. રૂમ હીટર રૂમને ગરમ કરી ઠંડીથી બચાવે છે પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે બહુ સાવધાન રાખવી જોઇએ નહીંત્તર સ્વાસ્થ્યને મોટું નુકસાન થઇ શકે છે. ચાલો જાણીયે રૂમ હીટર ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો અને શું સાવધાની રાખવી.
રૂમ હીટર ઠંડીમાં તરત જ રાહત આપે છે. જો કે, તેનો ઉપયોગ ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે. રૂમ હીટરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી સ્કીન પ્રોબ્લમ પણ થઈ શકે છે.
ત્વચા અને આંખો માટે જોખમી
રૂમ હીટરનો ઉપયોગ ત્વચા અને આંખો માટે જોખમી હોઈ શકે છે. રૂમ હીટરનો સતત ઉપયોગ કરવાથી રૂમની હવા શુષ્ક થઇ શકે છે. આવી સ્થિતિમાં રૂમની હવામાં ભેજના અભાવને કારણે ત્વચા અને આંખોમાં શુષ્કતા આવી શકે છે.
શ્વસન સંબંધી સમસ્યા થવાનું જોખમ
રૂમમાં લાંબા સમય સુધી રૂમ હીટરનો ઉપયોગ કરવાથી ઓક્સિજનની કમી થઈ શકે છે. બંધ ઓરડામાં ક્યારેય રૂમ હીટર ચલાવવું નહીં. જો તમે રૂમમાં રૂમ હીટર ચલાવી રહ્યા છો, તો વેન્ટિલેશનનું ધ્યાન રાખો. રૂમ હીટરના ઉપયોગથી રૂમમાં ઓક્સિજનનું પ્રમાણ નોંધપાત્ર ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.
રૂમ હીટર ઉપયોગ કરતી આટલી સાવધાની રાખો
- તમે રૂમ હીટરનો ઉપયોગ કરો ત્યારે એર વેન્ટિલેશનનું ધ્યાન રાખો. હીટરનો ઉપયોગ ફક્ત ખુલ્લા અને હવા ઉજાસવાળા ઓરડામાં જ કરો.
- સમયાંતરે હીટરને સાફ કરો. આ સમય દરમિયાન તમે જૂના વાયરને બદલી શકો છો અથવા તેમાં કોઈ ખામી છે કે કેમ તે ચકાસી શકો છો.
- રૂમ હીટરને ક્યારેય કોઈ પણ વસ્તુની નજીક ન મૂકવું જોઈએ જે બહુ ઝડપથી સળગી જાય છે.
- તમે રૂમમાં ભેજ જાળવવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તમે ઓરડામાં ભેજ માટે વાસણમાં પાણી પણ ભરી શકો છો.
- શિયાળામાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જ રૂમ હીટરનો ઉપયોગ કરો.