બાઇકને બચાવવા જતાં બસ પલટી.
મહારાષ્ટ્રના ગોદિયાથી એક ભયંકર અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ દુઘર્ટનામાં ૧૦ થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણાની હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે. મૃતકોની સંખ્યા પણ વધવાની આશંકા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે તરફથી દુર્ઘટના પીડિતોને તાત્કાલિક ધોરણે ૧૦ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી.
બાઈકને બચાવવાના ચક્કરમાં બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ભયંકર એક્સિડેન્ટ થયો હતો. ગોંદિયા-કોહમારા સ્ટેટ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. બસ પલટી ખાઈ જતાં ઘણાં લોકો નીચે દટાઈ ગયા હતા. જેમના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.
મહારાષ્ટ્ર માર્ગ પરિવહન નિગમ (MSRTC) ની આ બસ ભંડારાથી સાકોલી લખાની થઇને ગોંદિયા તરફ જઇ રહી હતી. બસનું નંબર MH ૦૯ EM ૧૨૭૩ છે. બસની સામે એક વળાંકવાળો રોડ આવ્યો ત્યારે બાઈકવાળો અચાનક જ તેની સામે આવી ગયો હતો. બાઈક ચાલકને બચાવવા જતાં બસ ડ્રાઈવરે જ કાબૂ ગુમાવ્યો અને કટ મારી જેના લીધે બસ પલટી ગઇ હતી.