કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો.
વર્ષના છેલ્લા મહિનાની પહેલી તારીખે ફરી એકવાર મોંઘવારીનો જોરદાર આંચકો લાગ્યો છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ તમામ શહેરોમાં સુધારેલી કિંમતો જારી કરી દીધી છે.
૧૯ કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર લગભગ ૧૮ રૂપિયા મોંઘો થયો છે. અગાઉ પહેલી નવેમ્બરે પણ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે પણ ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો કોઈ ફેરફાર કર્યા વિના સ્થિર છે.
એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા ફેરફારો પર નજર કરીએ તો દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ સુધી ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ૧ ડિસેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ૧૮૧૮.૫૦ રૂપિયા થઈ ગઈ છે, જે અત્યાર સુધી ૧૮૦૨ રૂપિયા હતી.
આ સિવાય જો આપણે અન્ય શહેરોની વાત કરીએ તો આ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે કોલકાતામાં ૧૯૨૭ રૂપિયાનો થઈ ગયો છે, જે ૧ નવેમ્બરના રોજ વધારા પછી ૧૯૧૧.૫૦ રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. આ સાથે મુંબઈના એલપીજી સિલિન્ડરની કિંમત પર નજર કરીએ તો ૧૯ કિલોના સિલિન્ડરની કિંમત ૧૭૫૪.૫૦ રૂપિયા હતી, જે હવે વધીને ૧૭૭૧ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય અત્યાર સુધી આ સિલિન્ડર ચેન્નાઈમાં ૧૯૬૪.૫૦ રૂપિયામાં મળતું હતું, જે હવે ૧૯૮૦.૫૦ રૂપિયા થઈ ગયું છે.