પાકિસ્તાનથી આવી રહેલુ ગરમીનું મોજું ભારતને તપાવશે, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં 3 એપ્રિલે લૂની એલર્ટ

ગરમી આ વર્ષે વધી શકે છે. માર્ચમાં જ આ વખતે ઘણા રાજ્યોમાં મે મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હીટવેવ વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું કે આ પ્રકારની ગરમ હવાઓ પાકિસ્તાનમાં પણ અનુભવાઈ રહી છે. પાકિસ્તાનમાં કેટલીક જગ્યાઓએ પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આ હીટવેવ જ રાજસ્થાનના રસ્તે ભારતના મેદાની ક્ષેત્રો સુધી પહોંચી રહ્યો છે.

ઈન્ડિયન મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ(IMD) એ પણ એપ્રિલથી જૂનની વચ્ચે વધુ ગરમી પડવાની શકયતા વ્યક્ત કરી છે. રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. IMDએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, UP સહિત 10 રાજ્યોમાં 3 એપ્રિલે હીટવેવ આવવાની એલર્ટ આપ છે. થોડા દિવસો પહેલા જ દિલ્હીમાં તાપમાને 76 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. સોમવારે દિલ્હીમાં પારો 40.1 ડિગ્રી સેલ્સિયસ હતો, જે 76 વર્ષમાં જોવા મળ્યો નથી. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે રાજસ્થાનમાં ચાલતો હીટવેવ બીજા મેદાની ક્ષેત્રોમાં પણ તાપમાન વધારશે.

રાજસ્થાનના 8 તો MPના ચાર શહેરોમાં તાપમાન 40ને વટાવી ગયું

રાજસ્થાનના બાડમેર, જેસલમેર, જોધપુર, બીકાનેર, માઘોપુર, ચિત્તૌડગઢ, ચુરુ અને ફલૌદીમાં બુધવારે પારો 40 ડિગ્રીથી ઉપર ગયો હતો. આ વિસ્તારોમાં રાતનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું છે. મધ્યપ્રદેશમાં માર્ચમાં જ મે મહિના જેવી ગરમી જોવા મળી રહી છે. ભોપાલ સહિત 4 શહેરોમાં પારો 40ને વટાવી ગયો છે. બુધવારે ભોપાલમાં 41 ડિગ્રી, ઈન્દોરમાં 40.2 ડિગ્રી, જબલપુરમાં 40.5 ડિગ્રી અને ગ્વાલિયરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. તેની સાથે જ છત્તીસગઢમાં વધુ ગરમી પડવા લાગી છે.

UPમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હિમાચલમાં પણ ગરમી ગરમીએ ઉત્તરપ્રદેશમાં માર્ચનો 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ગરમી બુધવારે ઝાંસીમાં જોવા મળી હતી. અહીં અધિકતમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું. આ સિવાય પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ ગરમી પડી રહી છે. હિમાચલ પ્રદેશના ઉનામાં પારો બુધવારે 34.3 ડિગ્રી નોંધાયો. આ સિવાય શિમલામાં પારો 23.2 ડિગ્રીએ પહોંચ્યો છે, જે સામાન્યથી 6 ડિગ્રી વધુ છે.

હજારો કિલોમીટરથી જોધપુર આવનારા પક્ષીઓને બચાવવા તે એક પડકાર

જોધપુરમાં દર વર્ષે હજારો કિલોમીટર દૂરથી આ રીતે હજારો પક્ષીઓ આવે છે.

મંગોલિયા અને સાઈબેરિયાથી દર વર્ષે જોધપુર પહોંચનારા 25 હજાર ડેમોસિઅલ ક્રેન ગરમીના કારણે સમયથી પહેલા જ પરત ચાલ્યા ગયા છે. તેમાંથી 10-12 પક્ષીઓ હાલ પણ અહીં જ છે. એમ કહેવાઈ રહ્યું છે કે જે પક્ષીઓ પરત તેમના દેશમાં જવાની સ્થિતિમાં નથી હોતા, તેઓ ત્યાં જ રોકાઈ જાય છે. અહી દર વર્ષે 2-4 પક્ષીઓ રહી જાય છે, જોકે તેમને બચાવવા તે ગામના લોકો માટે એક પડકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *